ચૂંટણી:એક જ દિવસમાં તાલુકા પંચાયત માટે 61, જિલ્લા પંચાયત માટે 10 અને પાલિકા માટે 9 ફોર્મ ભરાયા
અમરેલી જિલ્લામાં 11 તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ઉપરાંત 6 નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે આજે એક જ દિવસમાં 80 ફોર્મ ભરાયા હતા. નગરપાલિકા માટે 9, તાલુકા પંચાયત માટે 61 અને જિલ્લા પંચાયત માટે વધુ 10 ફોર્મ ભરાયા છે. જિલ્લામાં કુલ 6 નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. અમરેલી, સાવરકુંડલા, બગસરા, બાબરા, ધારી અને દામનગર પાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ધીમી છે. આજે અમરેલી, સાવરકુંડલા અને બાબરા નગરપાલિકા માટે ત્રણ ત્રણ ફોર્મ ભરાયા હતા. આવી જ રીતે તાલુકા પંચાયતની ચૂંટણીમાં બગસરા અને સાવરકુંડલામાં ધસારો જોવા મળ્યો હતો. બગસરામાં 15 અને સાવરકુંડલામાં 10 ફોર્મ ભરાયા હતા. જ્યારે લીલીયા તાલુકા પંચાયત માટે 9 ફોર્મ ભરાયા હતા. એકંદરે 11 પંચાયતના કુલ 61 ફોર્મ ભરાયા છે. જ્યારે જિલ્લા પંચાયતમાં આજે વધુ 10 ઉમેદવારી સામે આવતા અત્યાર સુધીમાં 17 ફોર્મ ભરાયા છે. હવે ઉમેદવારી નોંધાવવા માટે બે દિવસ બાકી રહ્યા છે. ફોર્મ ભરાવના અંતિમ દિવસે સૌથી વધુ ધસારો જોવા મળશે. બગસરા, ધારી અને દામનગર પાલિકામાં એક હજુ પણ ફોર્મ નહી
અમરેલી જિલ્લાની છ નગરપાલિકા પૈકી બગસરા, ધારી અને દામનગર નગરપાલિકામાં અત્યાર સુધીમાં એક પણ વ્યક્તિએ ઉમેદવારી નોંધાવી નથી. આવી જ રીતે કુંકાવાવ, વડીયા અને ખાંભા તાલુકા પંચાયત માટે પણ હજુ સુધી એકેય ઉમેદવારી થઈ નથી.
Read Original Article →