ભેજનું પ્રમાણ 73 ટકા રહેતા ઉકળાટ:અમરેલીમાં આકરો તાપ, મહત્તમ પારો 43.1 ડિગ્રી

Gujarat5/21/2026, 12:00:00 AM
અમરેલી શહેર ઉનાળાનો કડાકો યથાવત રહેતા બુધવારે ગરમીનો પારો ફરી ઉંચકાયો હતો. આજે શહેરમાં મહત્તમ તાપમાન 43.1 ડિગ્રી નોંધાતા બપોરના સમયે રસ્તાઓ સૂમસામ બન્યા હતા. અમરેલીમાં આજે ન્યુનત્તમ તાપમાન 25.4 ડિગ્રી નોંધાયું હતું. હવામા ભેજનું પ્રમાણ 73 ટકા રહેતા ગરમી સાથે બફારાનો પણ અનુભવ થયો હતો. બીજી તરફ પવનની ગતિ પ્રતિ કલાક 5.5 કિલોમીટર રહી હતી. અમરેલીમાં આકરી ગરમથી લોકો અકળાયા હતા. અમરેલીમાં ફરી એક વખત તાપમાનનો પારો 43 ડિગ્રી પર પહોંચી ગયો છે. જેના કારણે બપોરના સમયે આકરો તાપ પડી રહ્યો છે. આરોગ્ય તંત્રએ બપોર દરમિયાન જરૂરી કામ સિવાય બહાર ન નીકળવા, વધુ પાણી પીવા તેમજ વૃદ્ધો અને બાળકોની ખાસ કાળજી રાખવા અપીલ કરી છે.
Read Original Article →