આકરી ગરમી:અમરેલી ભેજ 73 ટકા રહેતા ઉકળાટ વધ્યો

Gujarat5/22/2026, 12:00:00 AM
અમરેલીમાં ઉનાળાના આખરમાં આકરો તાપ પડી રહ્યો છે. ત્યારે છેલ્લા બે દિવસથી અમરેલીમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર રહેતો હતો. જેમાં આજે એક ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો અને તાપમાનનો પારો 41.7 ડિગ્રી રહ્યો હતો. જો કે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો પરંતુ અમરેલીમાં આકરી ગરમી યથાવત રહી હતી. અમરેલીમાં એક સપ્તાહથી વધુ સમયથી તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર છે. જેમાં છેલ્લા બે દિવસથી અમરેલીમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને વટી ગયો હતો. આજે અમરેલીમાં મહત્તમ તાપમાન 41.7 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ન્યુનત્તમ તાપમાન 25.4 ડિગ્રી નોંધાયું હતું. હવામા ભેજનું પ્રમાણ 73 ટકા યથાવત રહ્યું હતું. જેના કારણે ઉકળાટ વધુ રહ્યો હતો. અમરેલીમાં આજે પવનની ગતિ પ્રતિ કલાક 4.3 કિલોમીટરની રહી હતી.
Read Original Article →