જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યનું રાજીનામું:સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા હેમાક્ષીબેન રાદડિયાએ ભાજપના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું

Gujarat4/6/2026, 1:16:26 PM
જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યનું રાજીનામું:સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા હેમાક્ષીબેન રાદડિયાએ ભાજપના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું
અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય હેમાક્ષીબેન રાદડિયાએ ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે જિલ્લા ભાજપ પ્રમુખને લેખિતમાં રાજીનામું સુપરત કર્યું છે. હેમાક્ષીબેન રાદડિયા તેમજ રાહુલ રાદડિયાએ પાર્ટીને અલવિદા કહી દીધું છે. આ રાજીનામાને કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અસંતોષ અને પક્ષપલટાની મોસમ ફરી ખીલશે તેવી અટકળો ચાલી રહી છે. હેમાક્ષીબેન રાદડિયા સાવરકુંડલા તાલુકાની મોટા ઝીંઝુડા જિલ્લા પંચાયત બેઠક પરથી વર્ષ 2021માં જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટાયા હતા. તે પહેલા, તેઓ 2015થી 2020 સુધી તાલુકા પંચાયતના સદસ્ય પણ રહી ચૂક્યા છે. રાજીનામાના કારણો અંગે હજુ સ્પષ્ટતા નથી. દિવ્યભાસ્કરે હેમાક્ષીબેન રાદડિયાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો ફોન રિસીવ ન થતાં જવાબ મળી શક્યો ન હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તેમને જિલ્લા પંચાયતની ટિકિટ મળવાની શક્યતા ન હોવાને કારણે તેમણે રાજીનામું આપ્યું હોઈ શકે છે. સ્થાનિક સ્તરે આ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.
Read Original Article →