માંગ ઉઠી:દામનગરમાં મહુવા- બાંદ્રા ટ્રેનને સ્ટોપેજ આપો: લોકો

Gujarat5/21/2026, 12:00:00 AM
મહુવા-બાંદ્રા ટ્રેનને દામનગર રેલવે સ્ટેશન પર સ્ટોપે જ આપવા લોકોમાં માંગ ઉઠી છે. દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ જવા માટે આ વિસ્તારના લોકોને આ ટ્રેનનો લાભ મળશે. રેલવે તંત્ર દ્વારા શરૂ કરાયેલ મહુવા-બાંદ્રા ટ્રેનમાં પૂરતા પ્રમાણમાં પેસેન્જરો મુસાફરી કરતા હોવાથી આવક પણ નોંધપાત્ર થઈ રહી છે. દામનગરથી માત્ર 6 કિલોમીટર દૂર આવેલા ભૂરખીયા હનુમાનજી મંદિરે મુંબઈ તેમજ દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી ભક્તો નિયમિત દર્શનાર્થે આવતા હોય છે. દામનગર સહિત આજુબાજુના 22થી 25ગામોના લોકો માટે આ ટ્રેન ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. પરંતુ મહુવા બાંદ્રા ટ્રેનને દામનગરમાં સ્ટોપે જ નથી. જેના કારણે મુસાફરોને આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે અન્ય સ્ટેશન પર જવવું પડે છે.
Read Original Article →