સિંહોના મોત વચ્ચે ફોરેસ્ટના 12 વેટરનરી ડોક્ટરોના રાજીનામા:GPSC ક્લાસ-2ના નવા ભરતી નિયમો સામે વિરોધમાં, સાવજના મોત મુદ્દે નથવાણીનો કેન્દ્રિય વનમંત્રીને પત્ર

Gujarat5/27/2026, 9:40:14 AM
સિંહોના મોત વચ્ચે ફોરેસ્ટના 12 વેટરનરી ડોક્ટરોના રાજીનામા:GPSC ક્લાસ-2ના નવા ભરતી નિયમો સામે વિરોધમાં, સાવજના મોત મુદ્દે નથવાણીનો કેન્દ્રિય વનમંત્રીને પત્ર
ગુજરાત વન વિભાગના કરાર આધારિત ફરજ બજાવતા 12 વેટરનરી ડોક્ટરોએ સામૂહિક લેખિત રાજીનામા ધરી દીધા છે. હેઠળ ગીર પૂર્વ, ગીર પશ્ચિમ, અને સક્કરબાગ ઝૂ સહિતના વિસ્તારોમાંથી રાજીનામાથી વન વિભાગમાં ભારે ખળભળાટ મચી ગયો છે. હાલમાં ગીરના સિંહોમાં કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) અને બેબેસિયા જેવા ગંભીર રોગોનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે જ આ વેટરનરી તબીબોએ રાજીનામા આપતા વન્યપ્રાણીઓની સારવાર અને સંભાળ સામે મોટો પડકાર ઊભો થયો છે. કરારની શરતો અનુસાર આ તમામ તબીબો એક મહિનાનો નોટિસ પિરિયડ પૂર્ણ કરીને આગામી 15 જૂનથી સત્તાવાર રીતે ફરજમુક્ત થશે. 8 કે તેથી વધુ સિંહોના મૃત્યુના અહેવાલો અંગે રાજ્યસભા સાંસદ અને જાણીતા સિંહપ્રેમી પરિમલ નથવાણીએ ચિંતા વ્યક્ત કરી છે. રોગચાળાને કાબૂમાં લેવા માટે કેન્દ્રીય પર્યાવરણ અને વન અને ગુજરાતના વનમંત્રીને તાત્કાલિક અસરથી પત્ર લખીને વિશેષ એક્શન પ્લાન અમલમાં મૂકવા વિનંતી કરી છે. રાજીનામા ધરી દેનાર વેટરનરી ભરતી પ્રક્રિયા અને અનુભવની અવગણનાનો વિવાદ રાજીનામા પાછળનું મુખ્ય કારણ ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વન અને પર્યાવરણ વિભાગ માટે જાહેર કરાયેલી 18 કાયમી વેટરનરી ઓફિસર (વર્ગ-2)ની ભરતી સામેનો વિરોધ છે. તબીબોનો આક્ષેપ છે કે નવી ભરતી પ્રક્રિયામાં પશુપાલન વિભાગના નિયમો લાગુ કરવામાં આવ્યા છે, જેમાં વન્યપ્રાણીઓની સારવારનો વર્ષોનો અનુભવ ધરાવતા ઉમેદવારોને કોઈ પણ પ્રકારનું પ્રાધાન્ય કે વેઇટેજ આપવામાં આવ્યું નથી. અનુભવીને યોગ્ય પ્રાધાન્યની માગ અગાઉ ગીર ફાઉન્ડેશન, ઇન્દ્રોડા પાર્ક-ગાંધીનગર ખાતે પશુચિકિત્સા અધિકારીઓની ભરતીમાં વન્યજીવ અથવા પ્રાણી સંગ્રહાલય ક્ષેત્રના ઓછામાં ઓછા એક વર્ષના અનુભવને ફરજિયાત મહત્વ આપવામાં આવતું હતું. તબીબોની માગ છે કે વર્તમાન ભરતીના નિયમોમાં પણ (રિક્રુટમેન્ટ રૂલ્સ) સુધારો કરીને અનુભવી ઉમેદવારોને યોગ્ય પ્રાધાન્ય મળવું જોઈએ, જેથી વન વિભાગમાં સેવા આપતા તબીબોની કારકિર્દીને નુકસાન ન થાય. આ બાબતે ઉચ્ચ સ્તરે રજૂઆતો કરવા છતાં કોઈ સંતોષકારક નિરાકરણ ન આવતા આખરે તબીબોએ આ પગલું ભર્યું છે. વન્યજીવ સારવારની વિશિષ્ટતા વન સંરક્ષક (વન્યજીવ વર્તુળ, જૂનાગઢ) દ્વારા અગ્ર મુખ્ય વન સંરક્ષકને મોકલવામાં આવેલા પત્રમાં પણ સ્વીકારવામાં આવ્યું છે કે વન્યજીવ સારવારની કામગીરી સામાન્ય પશુચિકિત્સા કરતાં સંપૂર્ણપણે ભિન્ન અને વિશિષ્ટ કુશળતા માંગી લે છે. ગુજરાતના વન વિસ્તારોમાં હાલમાં અંદાજે 891 એશિયાટિક સિંહો ઉપરાંત અનેક વન્યજીવો વસવાટ કરે છે. હાલ 2 કાયમી પશુચિકિત્સા અધિકારી હાલ વન વિભાગમાં માત્ર બે કાયમી પશુચિકિત્સા અધિકારીઓ કાર્યરત છે, જેઓ પણ પશુપાલન વિભાગમાંથી પ્રતિનિયુક્તિ પર આવેલા છે. બાકીની તમામ ફિલ્ડ ડ્યુટી, રેસ્ક્યુ ઓપરેશન અને પશુઓના પોસ્ટમોર્ટમ જેવી જોખમી કામગીરી આ 12 કરાર આધારિત તબીબો સંભાળી રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓની કડક સૂચનાઓને કારણે હાલમાં કોઈ પણ તબીબ આ મામલે મીડિયા સમક્ષ ખુલીને બોલવા તૈયાર નથી. MP પરિમલ નથવાણીની કેન્દ્ર અને રાજ્યના વનમંત્રીને રજૂઆત ગીર વિસ્તારમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) અને બેબેસિયાના કારણે 8 કે તેથી વધુ સિંહોના મૃત્યુના અહેવાલો અંગે રાજ્યસભા સાંસદ અને જાણીતા સિંહપ્રેમી પરિમલ નથવાણીએ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે સિંહોના મૃત્યુ અટકાવવા અને રોગચાળાને કાબૂમાં લેવા માટે કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રી ભૂપેન્દ્ર યાદવ તેમજ ગુજરાતના વનમંત્રી અર્જુન મોઢવાડિયાને તાત્કાલિક અસરથી પત્ર લખીને વિશેષ એક્શન પ્લાન અમલમાં મૂકવા વિનંતી કરી છે. પરિમલ નથવાણીએ જણાવ્યું કે, એશિયાઈ સિંહોની વધતી વસતિ સાથે તેમના આરોગ્ય સંબંધિત જોખમો પણ વધ્યા છે. બેબીસીયા જેવી સ્થિતિમાં સિંહોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડવાથી CDV જેવો વાયરસ વધુ ઘાતક બને છે. તેમણે ટ્રેકર્સ, બીટ ગાર્ડ અને વેટરનરી ટીમ માટે તાત્કાલિક " ફિલ્ડ ઓબ્ઝર્વેશન પ્રોટોકોલ" અમલમાં મૂકવા સૂચન કર્યું છે, જેથી સિંહોમાં દેખાતી શારીરિક નબળાઈ, શ્વસનની તકલીફ, ટિક્સનો ઉપદ્રવ કે દિશાભ્રમ જેવી અસામાન્ય ચાલનું વહેલું નિદાન થઈ શકે. વધુ સિંહો બીમાર દેખાય તો 'હાઈ એલર્ટ' ગણવા સૂચન સાંસદ નથવાણીએ પત્રમાં ખાસ ઉમેર્યું છે કે, જો કોઈ એક ચોક્કસ વિસ્તારમાં એકથી વધુ સિંહોમાં સમાન લક્ષણો જણાય, તો તેને તાત્કાલિક "High Alert" તરીકે જાહેર કરી વેટરનરી રેપિડ રિસ્પોન્સ ટીમને સ્થળ પર રવાના કરવી જોઈએ. આ ઉપરાંત, આસપાસના ગ્રામ્ય વિસ્તારોના કૂતરાઓમાં રસીકરણ અને ટિક નિયંત્રણ કાર્યક્રમ હાથ ધરવા જોઈએ, કારણ કે CDVનું સંક્રમણ કૂતરાઓ મારફતે વન્યજીવોમાં ફેલાવાની સંભાવના સૌથી વધુ રહેલી છે. વન વિભાગના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ, તકેદારીના ભાગરૂપે અત્યાર સુધીમાં 350 સિંહોના ‘ડીટુકિંગ’ (શરીર પરથી ઈતરડી દૂર કરવી) સહિતના પ્રોએક્ટિવ પગલાં લેવામાં આવ્યા છે અને પરિસ્થિતિ પર સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે.
Read Original Article →