ગીરમાં સિંહોના મોતનો શિલશિલો યથાવત, વધુ એકનું મોત:કુલ આંકડો 9એ પહોંચ્યો, ગાંધીનગરની ઉચ્ચ સ્તરીય ટીમ ગીરમાં; અધિકારીઓ દ્વારા મૃત્યુદર છુપાવવાની ચર્ચા

Gujarat5/28/2026, 7:15:36 AM
ગીરમાં સિંહોના મોતનો શિલશિલો યથાવત, વધુ એકનું મોત:કુલ આંકડો 9એ પહોંચ્યો, ગાંધીનગરની ઉચ્ચ સ્તરીય ટીમ ગીરમાં; અધિકારીઓ દ્વારા મૃત્યુદર છુપાવવાની ચર્ચા
અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં આવેલ ગીર પૂર્વ અને ગીર પશ્ચિમમાં સિંહોના મોત બાદ ઘેરાપ્રત્યાઘાતો પડ્યા છે. અગાઉ 8ના મોત બાદ આજે વધુ એક સિંહના મોતના સમાચાર સામે આવ્યા છે. જેને ધ્યાનમાં લઈ ગાંધીનગરથી પણ ટીમો ગીર પહોંચી હતી. બીજીતરફ એવી પણ ચર્ચા છે કે, કેટલાક અધિકારીઓ દ્વારા સિંહોના મોત અંગે માહિતી છુપાવવામાં આવી રહી છે. હાલમાં અનેક સિંહોને ઓબ્ઝર્વેશન ઉપર એનિમલ કેર સેન્ટર ખાતે રાખવામાં આવ્યા છે. ગીરમાં ફરજ બજાવી ચૂકેલા અધિકારીઓને પરત બોલાવ્યા ગીર જંગલમાં વર્ષો સુધી ફરજ બજાવી ચૂકેલા જંગલના જાણકાર ઓફિસરો કર્મચારીઓને તાત્કાલિક ગીર પૂર્વની જસાધાર રેન્જમા હાજર થવા હુકમ કર્યો છે. જેમા ડો.રાજન જાદવ સહિત 5 RFO બી.બી.વાળા, RFO એલ.બી.ભરવાડ, RFO આર.કે.પરમાર, RFO વાય.પી.ચાવડા, RFO પી.એન.ચાંદુ સહિત ફોરેસ્ટર વી.જી.સુચારા, ફોરેસ્ટર પી.એમ.રાઠોડ, પી.બી.બાટવા, વી.જે.સિસોદીયા, બી.કે.સોલંકી, એ.ઝેડ.ભારથી, બી.આર.પડતી,બી.વી.બકોતરા,એમ.પી.સાંબડ,જી.એન.સોલંકી,એ.એન.ગઢવી, સહિત ફોરેસ્ટનો સમાવેશ થાય છે. CMની બેઠક બાદ વનવિભાગ એક્શન મોડમાં અમરેલીમાં સિંહોના મોતના વધતા કેસો અને કેનાઇન ડિસ્ટિમ્પર વાયરસ (CDV)ની ચિંતા વચ્ચે મુખ્યમંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક બાદ વનવિભાગ એક્શન મોડમાં આવ્યું છે. ગાંધીનગર વનવિભાગની એક ઉચ્ચ સ્તરીય ટીમ તાત્કાલિક ગીર પહોંચી હતી. જેમાં ગાંધીનગરના PCCF ભવાની પતી, CCF રામ રતન નાલા અને સિનિયર એનિમલ ડોક્ટરોનો સમાવેશ થાય છે. ઓબ્ઝર્વેશન હેઠળ રખાયેલા અન્ય સિંહોના સ્વાસ્થ્યની સ્થિતિ અંગે સમીક્ષા આ ટીમે ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ બોર્ડર વિસ્તારોમાં સઘન તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઉચ્ચ અધિકારીઓનો આ કાફલો જસાધાર એનિમલ કેર સેન્ટર પહોંચ્યો હતો, જ્યાં તાજેતરમાં મૃત્યુ પામેલા સિંહો અંગે ઝીણવટભરી માહિતી મેળવવામાં આવી હતી. સાથે જ, હાલમાં આ સેન્ટર ખાતે ઓબ્ઝર્વેશન (નિરીક્ષણ) હેઠળ રાખવામાં આવેલા અન્ય સિંહોની સ્વાસ્થ્ય સ્થિતિની પણ ગંભીરતાપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી. જોકે, સિંહોના સતત થઈ રહેલા મોતના કારણે પરિસ્થિતિ નાજુક હોવાથી તપાસ ટીમે હાલ પૂરતો મીડિયા સાથે કોઈ પણ વાતચીત કે વિગતો શેર કરવાનો ઇન્કાર કર્યો છે. આ પણ વાંચો: 5 સિંહબાળ અને 3 સાવજ CDV-બેબેસિયા બીમારીથી તડપીને મર્યા, 2018માં 29 સિંહનાં મોત થયા હતા ગુજરાતનું ગૌરવ અને એશિયાટિક સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન ગણાતા ગીરના જંગલ પર ફરી એકવાર મોટું સંકટ આવી પડ્યું છે. સૌરાષ્ટ્રના ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વનવિભાગમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) અને બેબેસિયા જેવા જીવલેણ રોગચાળાના કારણે ટૂંકા ગાળામાં 8થી વધુ સિંહો અને સિંહબાળના મોત નીપજ્યા છે. આ ગંભીર પરિસ્થિતિને પગલે વનવિભાગ તાત્કાલિક હાઈએલર્ટ પર આવી ગયો છે અને વન્યજીવોને બચાવવા માટે સઘન બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન રાજ્યના વનમંત્રી બે સિંહના મોત બેબેસિયાથી થયાની પુષ્ટિ કરી છે, જ્યારે બાકીની અન્ય કારણો..અહીં વાંચો વિગતવાર.. વધુ એક સિંહનું મોત ગાંધીનગર PCCF જયપાલસિંહ રાઠોડનો સંપર્ક કરતા કહ્યું, અગાવ અહીંયા ગીર જંગલમાં ફરજ બજાવી ચૂકેલા અધિકારી ટીમને જસાધાર રેન્જમાં બોલાવ્યા છે. સ્થાનિક જાણકાર પણ છે અને અન્ય સિંહોનું સ્કેનિંગ કરી તપાસ કરશે અને એનિમલ કેર સેન્ટરમાં ઓબ્ઝર્વેશનમાં રાખેલ 1 સિંહનું પણ મોત થયું છે હાલ તપાસ ચાલી રહી છે. આ પણ વાંચો: સિંહોના મોત વચ્ચે ફોરેસ્ટના 12 વેટરનરી ડોક્ટરોના રાજીનામા એનીમલ કેર સેન્ટર ખાતે સારવારમા મૃત્યુ પામી રહ્યા છે. જસાધાર એનિમલ કેર સેન્ટર સહિત અન્ય એનિમલ કેર સેન્ટરમાં સિંહોના મોત વધી રહ્યો હોવાની માહિતી સૂત્રો તરફથી મળી રહી છે. સિંહોના મોતનો આંકડો વધુ હોવાનો ગણગણાટ શરૂ થયો છે, પરંતુ અધિકારીઓ હજુ મૃત્યુ દર પણ છુપાવતા હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. હાલ 2 કાયમી પશુચિકિત્સા અધિકારી હાલ વન વિભાગમાં માત્ર બે કાયમી પશુચિકિત્સા અધિકારીઓ કાર્યરત છે, જેઓ પણ પશુપાલન વિભાગમાંથી પ્રતિનિયુક્તિ પર આવેલા છે. બાકીની તમામ ફિલ્ડ ડ્યુટી, રેસ્ક્યુ ઓપરેશન અને પશુઓના પોસ્ટમોર્ટમ જેવી જોખમી કામગીરી આ 12 કરાર આધારિત તબીબો સંભાળી રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓની કડક સૂચનાઓને કારણે હાલમાં કોઈ પણ તબીબ આ મામલે મીડિયા સમક્ષ ખુલીને બોલવા તૈયાર નથી. MP પરિમલ નથવાણીની કેન્દ્ર અને રાજ્યના વનમંત્રીને રજૂઆત ગીર વિસ્તારમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) અને બેબેસિયાના કારણે 8 કે તેથી વધુ સિંહોના મૃત્યુના અહેવાલો અંગે રાજ્યસભા સાંસદ અને જાણીતા સિંહપ્રેમી પરિમલ નથવાણીએ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે સિંહોના મૃત્યુ અટકાવવા અને રોગચાળાને કાબૂમાં લેવા માટે કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રી ભૂપેન્દ્ર યાદવ તેમજ ગુજરાતના વનમંત્રી અર્જુન મોઢવાડિયાને તાત્કાલિક અસરથી પત્ર લખીને વિશેષ એક્શન પ્લાન અમલમાં મૂકવા વિનંતી કરી છે. પરિમલ નથવાણીએ જણાવ્યું કે, એશિયાઈ સિંહોની વધતી વસતિ સાથે તેમના આરોગ્ય સંબંધિત જોખમો પણ વધ્યા છે. બેબીસીયા જેવી સ્થિતિમાં સિંહોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડવાથી CDV જેવો વાયરસ વધુ ઘાતક બને છે. તેમણે ટ્રેકર્સ, બીટ ગાર્ડ અને વેટરનરી ટીમ માટે તાત્કાલિક " ફિલ્ડ ઓબ્ઝર્વેશન પ્રોટોકોલ" અમલમાં મૂકવા સૂચન કર્યું છે, જેથી સિંહોમાં દેખાતી શારીરિક નબળાઈ, શ્વસનની તકલીફ, ટિક્સનો ઉપદ્રવ કે દિશાભ્રમ જેવી અસામાન્ય ચાલનું વહેલું નિદાન થઈ શકે. વધુ સિંહો બીમાર દેખાય તો 'હાઈ એલર્ટ' ગણવા સૂચન સાંસદ નથવાણીએ પત્રમાં ખાસ ઉમેર્યું છે કે, જો કોઈ એક ચોક્કસ વિસ્તારમાં એકથી વધુ સિંહોમાં સમાન લક્ષણો જણાય, તો તેને તાત્કાલિક "High Alert" તરીકે જાહેર કરી વેટરનરી રેપિડ રિસ્પોન્સ ટીમને સ્થળ પર રવાના કરવી જોઈએ. આ ઉપરાંત, આસપાસના ગ્રામ્ય વિસ્તારોના કૂતરાઓમાં રસીકરણ અને ટિક નિયંત્રણ કાર્યક્રમ હાથ ધરવા જોઈએ, કારણ કે CDVનું સંક્રમણ કૂતરાઓ મારફતે વન્યજીવોમાં ફેલાવાની સંભાવના સૌથી વધુ રહેલી છે. વન વિભાગના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ, તકેદારીના ભાગરૂપે અત્યાર સુધીમાં 350 સિંહોના ‘ડીટુકિંગ’ (શરીર પરથી ઈતરડી દૂર કરવી) સહિતના પ્રોએક્ટિવ પગલાં લેવામાં આવ્યા છે અને પરિસ્થિતિ પર સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે. વેરાવળ રેન્જમાં 20થી વધુ સિંહો પર 24 કલાક નજર ગીર વિસ્તારમાં ફેલાયેલા રોગચાળાની અસરને ધ્યાને લઈ ચોરવાડથી લઈને મૂળ દ્વારકા સુધીના કોસ્ટલ ફોરેસ્ટ તેમજ રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરતા 20થી વધુ સિંહો પર સતત 24 કલાક ઓબ્ઝર્વેશન રાખવામાં આવી રહ્યું છે. વન વિભાગના ટ્રેકર્સ, ગાર્ડ અને ફિલ્ડ સ્ટાફની વિશેષ ટીમો દિવસ-રાત મેદાનમાં રહી દરેક સિંહની હિલચાલ, ખોરાક, વર્તન અને આરોગ્ય પર બારીક નજર રાખી રહી છે. હાલ સુધી વેરાવળ રેન્જમાં વસવાટ કરતા તમામ સિંહો સંપૂર્ણ સ્વસ્થ હોવાનું સામે આવ્યું છે અને કોઈમાં પણ ચિંતાજનક લક્ષણો જોવા મળ્યા નથી. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો)
Read Original Article →