ભાસ્કર ખાસ:અમરેલીમાં પ્રથમ સરકારી માધ્યમિક શાળાનો શુભારંભ
અમરેલીમાં સરકારી માધ્યમિક શાળાનો શુભ પ્રારંભ આવતીકાલે 9 જૂનના રોજ રાજ્યના ઊર્જા અને કાયદા વિભાગના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવી શિક્ષણના નવા અધ્યાયનો પ્રારંભ કરાવવામાં આવશે. અમરેલી શહેરની પ્રથમ સરકારી માધ્યમિક શાળા તરીકે શરૂ થનારી આ સંસ્થા વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર અને આધુનિક શિક્ષણ ઉપલબ્ધ કરાવશે. કાર્યક્રમ સવારે 11:30 કલાકે યોજાશે. જ્યારે પ્રવેશ પ્રક્રિયા સવારે 8 થી 11:30 કલાક દરમિયાન હાથ ધરવામાં આવશે. શાળાનું સંચાલન હાલ રોકડિયાપરા પ્રાથમિક શાળા ખાતે કાર્યરત રહેશે. નવી શાળામાં વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ સાથે અનુભવી શિક્ષકોનું માર્ગદર્શન, વિજ્ઞાન લેબની સુવિધા, ડિજિટલ ક્લાસરૂમ, રમતગમત માટેની વ્યવસ્થાઓ, સમૃદ્ધ પુસ્તકાલય તેમજ સંસ્કાર અને શિક્ષણ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
Read Original Article →