જાનહાનિ ટળી:માળીલામાં વાડીમાં સાઠીઓના ભુક્કામાં આગ લાગી

Gujarat5/22/2026, 12:00:00 AM
જાનહાનિ ટળી:માળીલામાં વાડીમાં સાઠીઓના ભુક્કામાં આગ લાગી
બુધવારે સાંજના અમરેલી તાલુકાના માળીલા ગામમાં મનુભાઈ કામળિયાની વાડીમાં સાઠીઓના ભુક્કામાં આગ લાગી હતી. જેની જાણ થતા ફાયર ઓફિસર એચ. સી. ગઢવીની આગેવાની હેઠળ તાત્કાલિક ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા વધુ બે ફાયર વ્હીકલ ઘટના સ્થળે પહોંચાડી ત્રણ કલાકની મહા મહેનત બાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ દુર્ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ ન હતી. આ કામગીરીમાં ફાયર તંત્રના હિંમતભાઈ બાંભણિયા, પ્રવીણભાઈ ચૌહાણ, ભગવતસિંહ ગોહિલ, જગદીશભાઈ ભુરીયા, દિલીપસિંહ રાઠોડ, કમલેશભાઈ ગિલાતર અને ધવલભાઇ ચાવડા વિગેરે જોડાયા હતા.
Read Original Article →