તાત્કાલિક ઉકેલની માંગ:મોટા આગરીયામાં તળાવમાં પાણી ભરો: ગ્રામજનો
રાજુલા તાલુકાના મોટા આગરીયા ગામમાં પાણી અને સિંચાઈની સમસ્યા ગંભીર બનતા ગામના આગેવાનો તથા ગ્રામજનોએ ભાવનગર સ્થિત સૌની યોજના કચેરીએ રૂબરૂ રજૂઆત કરી હતી. ગામના તળાવમાં પાણી ભરવામાં આવે તેમજ ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થાય તેવી માંગણી કરવામાં આવી હતી. ગામના આગેવાન પ્રકાશભાઈ ખુમાણ અને હાથીભાઈ સહિતના પ્રતિનિધિમંડળે અમરેલી જિલ્લા સિંચાઈ વિભાગના અધિકારીઓને મળીને મોટા આગરીયા ગામની હાલની પરિસ્થિતિથી અવગત કર્યા હતા. રજૂઆત દરમિયાન ગામમાં પાણીની અછતના કારણે ખેડૂતોને ખેતીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને પાક ઉત્પાદન પર પણ અસર થઈ રહી હોવાનું જણાવ્યું હતું. ગ્રામજનોની માંગણીને ધ્યાનમાં રાખીને તળાવમાં તાત્કાલિક પાણી છોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
Read Original Article →