ઓવર સ્પીડમાં ચાલતા ટેન્કરથી અકસ્માતની ભીતિ:અમરેલી ખાતે નગરપાલિકા તંત્રના ભૂગર્ભ ગટરના સફાઈ ટેન્કર બેફામ દોડ્યા: લોકોમાં ભયનો માહોલ

Gujarat4/5/2026, 12:00:00 AM
ઓવર સ્પીડમાં ચાલતા ટેન્કરથી અકસ્માતની ભીતિ:અમરેલી ખાતે નગરપાલિકા તંત્રના ભૂગર્ભ ગટરના સફાઈ ટેન્કર બેફામ દોડ્યા: લોકોમાં ભયનો માહોલ
અમરેલી શહેરમાં નગરપાલિકાના ભૂગર્ભ ગટરના સફાઈ માટે ઉપયોગમાં લેવાતા ટેન્કર અને અન્ય વાહનો બેફામ ગતીએ રોડ પર દોડતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. અમરેલીના હનુમાનપરા રોડ પર ભૂગર્ભ ગટર સફાઈ કરવાનું ટેન્કરે બપોરના સમયે અરાજકતા સર્જાવી હતી. બેફામ દોડી રહેલા આ ટેન્કરથી વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. શહેરના હનુમાન પરા વિસ્તારમાં આજે બપોરે એક સફાઈ ટેન્કર ચાલકે ઓવર સ્પીડમાં અને મનમાની પૂર્વક વાહન હંકારી લોકોને ભયભીત કરી દીધા હતા. રસ્તા પર આગળ-પાછળ આવતા નાના વાહનો માટે સ્થિતિ જોખમી બની હતી. આ ટેન્કરમાં નંબર પ્લેટ પણ ન હતી. આ ઉપરાંત નગર પાલિકાના કેટલાક વાહનો બેફામ દોડી રહ્યા છે. કેટલીક ગાડીઓમાં નંબર પ્લેટ પણ ન છતાં તે રસ્તા પર ખુલ્લેઆમ દોડતી જોવા મળે છે. આવી સ્થિતિમાં જો કોઈ મોટો અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે તેવો સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે. તેમજ પાલિકાના નવા ટેન્કર સહિતના વાહનોને કેટલાક તત્વો કડમ બનાવી રહ્યા છે.
Read Original Article →