હજારો ક્વિન્ટલ જણસી સાથે ખેડૂતો યાર્ડ પહોંચ્યા:અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની મબલખ આવક
અમરેલીના અમરેલી માર્કેટિંગ યાર્ડ ખાતે હાલ ઘઉં સહિત વિવિધ પાકોની મબલખ આવક થઈ રહી છે. ખેડૂતો મોટી સંખ્યામાં પોતાની જણસી લઈને યાર્ડ ખાતે પહોંચતા દરરોજ હજારો ક્વિન્ટલ આવક નોંધાઈ રહી છે. ખાસ કરીને ઘઉંની આવક સૌથી વધુ જોવા મળી રહી છે. યાર્ડમાં દરરોજ 5 થી 6 હજાર ક્વિન્ટલ જેટલી ઘઉંની આવક થઈ રહી છે. સાથે-સાથે ચણા, કપાસ અને એરંડાની આવક પણ સારી માત્રામાં શરૂ થઈ છે. બજારમાં સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. યાર્ડમાં ઘઉં ટુકડા દરરોજ આશરે 4324 ક્વિન્ટલ આવક સાથે પ્રથમ સ્થાને છે. આ ઘઉંનો સરેરાશ ભાવ લગભગ રૂ. 525 પ્રતિ મણ સુધી ખેડૂતોને મળી રહ્યો છે. જ્યારે ઘઉં લોકવનની આવક આશરે 1447 ક્વિન્ટલ નોંધાઈ છે અને તેનો સરેરાશ ભાવ લગભગ રૂ. 455 પ્રતિ મણ મળી રહ્યો છે.મચણા, કપાસ અને એરંડાની પણ સારી આવક ઘઉં સાથે અન્ય પાકોની આવક પણ યાર્ડમાં નોંધપાત્ર રીતે વધી રહી છે. આ ઉપરાંત યાર્ડમાં ચણા દરરોજ આશરે 1047 ક્વિન્ટલ આવક થઈ રહી છે. સરેરાશ ભાવ રૂ. 1045 રહ્યો હતો. કપાસની દરરોજ આશરે 1650 ક્વિન્ટલ આવક થઈ રહી છે. સરેરાશ ભાવ રૂ. 1705 રહ્યો હતો.
Read Original Article →