ખેડૂત છેતરપિંડીનો ભોગ બન્યા:ભીંગરાડ ગામના ખેડૂતે કારની લાલચે રૂા. 2.90 લાખ ગુમાવ્યા
લાઠીના ભીંગરાડ ગામે ઇનામની લાલચ આપી એક ખેડૂત સાથે લાખો રૂપિયાની છેતરપીંડીનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા શખ્સોએ ફોન કરીને ઇનામમાં કાર લાગ્યાનું કહી લખો રૂપિયાની રકમ ઠગી લીધી. લાઠી તાલુકાના ભીંગરાડ ગામના રહેવાસી અને ખેતી કામ કરતા વિનુભાઇ હરીભાઇ કાકડીયા (ઉ.વ.54) ને તા.27 જાન્યુઆરીથી તા.10 ફેબ્રુઆરી દરમિયાન અલગ અલગ સમયે અજાણ્યા મોબાઇલ નંબરો પરથી ફોન આવ્યા હતા. ફોન કરનારાઓએ વિનુભાઇને તેમની પાસે રૂપિયા 9,30,000 કિંમતની કાર ઇનામમાં લાગ્યાનું કહી તેમને વાતોમાં વ્યસ્ત રાખી આ શખ્સોએ વિવિધ બહાના બતાવી અલગ અલગ રકમના કુલ 10 ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવી કુલ રૂપિયા 2,90,800 પડાવી લીધા હતા. બાદમાં કાર નહીં મળતા તેઓ સાથે છેતરપીંડી થયાની જાણ થઈ હતી. લાઠી પોલીસે અજાણ્યા શખ્સો સામે છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →