ખેડૂતે ઝેર પી જીવન ટુકાવ્યું:બેંકનું દેણું ભરવા જમીન વેચવી હતી પણ પરિવારે ના પાડતા ખેડૂતે આપઘાત કર્યો
વડીયા તાલુકાના ખડખડ ગામે ગઈકાલે એક ખેડૂતે માથે બેંકનું દેણું હોય અને સંયુક્ત ખાતાની જમીન પરિવાર વેચવા દેતો ન હોય ઝેરી ટીકડા ખાઈ આપઘાત કરી લીધો હતો. ખેડૂતના આપઘાતની આ ઘટના વડીયા તાલુકાના ખડખડ ગામે ગઈકાલે સવારે આઠેક વાગ્યાના સુમારે બની હતી. જ્યા અશ્વિનભાઈ નાથાભાઈ હીરપરા (ઉ.વ.45) નામના ખેડૂતે અનાજમાં નાખવાના ઝેરી ટીકડા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ જ્યા તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. બનાવ અંગે મૃતક અશ્વિનભાઈના પત્નિ ચંદ્રિકાબેન હીરપરાએ વડીયા પોલીસને એવું જણાવ્યું કે તેમના પતિને માનસીક રોગ હોય છેલ્લા 10 વર્ષથી તેની સારવાર ચાલુ હતી. ઉપરાંત માથે બેંકનું દેણું થઈ ગયું હતું. જે ભરવા માટે તેમને સંયુક્ત ખાતાની જમીન વેચવી હતી. પરંતુ ઘરના સભ્યોએ આ જમીન વેચવાની ના પાડતા લાગી આવવાથી તેમણે અનાજમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે વડીયા પોલીસને જાણ કરવામાં આવતા હેડ કોન્સ્ટેબલ એ.એમ.કાછેલાએ ધોરણસરની તપાસ શરૂ કરી છે. ધીરાણ ભરવા બેંકમાંથી રોજ 8 થી10 ફોન આવતા હતા
મારા નાના ભાઈએ અનાજમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ આપઘાત કર્યો હતો. છેલ્લા ત્રણ માસથી તેને બેંકનું બાકી ધીરાણ ભરવા દબાણ કરવામાં આવતું હતું. બેંક ઓફ બરોડામાંથી ધીરાણ ભરી દેવા માટે દરરોજ 8 થી 10 ફોન આવતા હતા. જેના કારણે તેણે હીંમત હારી જઈ આ પગલું ભર્યું હતું. તેને સંતાનમાં માત્ર એક જ પુત્ર છે. જે હાલમાં ધોરણ 9માં અભ્યાસ કરે છે. તેના ઘરની આર્થિક સ્થિતિ ખુબ જ નબળી હતી. બેંકની શાખાના સતત ફોન આવતા હોય તેના ત્રાસના કારણે આ પગલું ભર્યું છે. તેણે પૈસા ભેગા કરવા ઘણી મહેનત કરી હતી. પણ મેળ ખાધો ન હતો. > વિજયભાઈ હીરપરા મૃતક ખેડૂતના ભાઈ
Read Original Article →