ઉત્તમ તક:અમરેલી ITI ખાતે 22 જૂનથી 2 દિ' ફ્રી સમર સ્કિલ વર્કશોપનું આયોજન

Gujarat6/5/2026, 12:00:00 AM
યુવાનોને રોજગારલક્ષી કૌશલ્ય પ્રાપ્ત થાય અને તેમના ઉજ્જવળ કારકિર્દી નિર્માણમાં મદદરૂપ થવા માટે અમરેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા ફ્રી સમર સ્કિલ વર્કશોપ-2026નું આયોજન કરવામાં આવ્યું છે. અમરેલી ITI ખાતે આ વર્કશોપ આગામી 22 અને 23 જૂન, 2026ના રોજ સવારે 10:00 વાગ્યાથી બપોરે 3:00 વાગ્યા સુધી યોજાશે. બે દિવસીય આ તાલીમ કાર્યક્રમમાં ભાગ લેનાર ઉમેદવારોને વિવિધ વ્યવસાયિક ક્ષેત્રોની પ્રાયોગિક તાલીમ અને કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવશે. અહીં વર્કશોપ દરમિયાન કમ્પ્યુટર, સીવણ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ, હેલ્થ, કેમિકલ તેમજ બ્યુટી પાર્લર જેવા વિવિધ ક્ષેત્રોમાં નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવશે. તાલીમ પૂર્ણ કરનાર તમામ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર પણ એનાયત કરાશે. ધોરણ-8 પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા અને તાલીમનો લાભ લેવા ઇચ્છુક ઉમેદવારોએ તા. 21 જૂન, સુધીમાં પોતાના નામ સાથે 94240 17626 નંબર પર વોટ્સએપ મેસેજ મોકલી નોંધણી કરાવવાની રહેશે. વર્કશોપ અંગેની વધુ માહિતી પણ ઉપરોક્ત નંબર પર સંપર્ક કરીને મેળવી લેવા અમરેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યએ જણાવ્યું છે.
Read Original Article →