લોકો માટે તક‎:અમરેલીમાં 21મીએ રોજગાર ભરતી મેળો

Gujarat5/16/2026, 12:00:00 AM
અમરેલીમાં આલ્ફા ઓટોલીંક પ્રા.લી માટે 20 થી 40 વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાને અનુરૂપ સ્નાતક, ડિપ્લોમાં મેકેનિક, ટેકનિકલ, આઇ.ટી.આઈ, ટેલી (અનુભવ 3) વર્ષની શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ભરતી મેળો યોજાશે. આ ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર ઈચ્છુકોએ તા.21ના રોજ સવારે 11 કલાકે આલ્ફા ઓટોલીંક (નેક્સા) લાઠી રોડ, નવનીત પેટ્રોલપંપની બાજુમાં, અમરેલી ખાતે ઉપસ્થિત થવાનું રહેશે. ઈચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબ સીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેરના મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકશે.
Read Original Article →