કારખાનામાં કામ દરમિયાન હુમલો:ડુંગર ગામે યુવકના માથામાં લોખંડના અંગુરનો ઘા માર્યો
અમરેલી મોરંગી એલ એન્ડ ટી વિસ્તારના રહેવાસી અને હીરા ઘસવાનું કામ કરતા અજયભાઈ પરષોતમભાઈ સોલંકી (ઉ.વ.25) 2 જૂનના રોજ સવારે 11 વાગ્યે ડુંગર ગામે રમેશભાઈના હીરાના કારખાનામાં કામ કરી રહ્યા હતા. તે દરમિયાન તેઓ અને તેમના સાથી કર્મચારી વિક્રમભાઈ કાન્તીભાઈ સોલંકી વચ્ચે મસ્તી-મજાક ચાલી રહી હતી. આ સમયે સાથે કામ કરતા નરશી પુંજાભાઈ સોલંકીએ મસ્તી ન કરવા અને કામ પર ધ્યાન આપવા કહ્યું હતું. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. નરશી સોલંકીએ અપશબ્દો બોલતાં અજયભાઈએ તેનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ ઉશ્કેરાયેલા નરશીએ હીરા ઘસવામાં ઉપયોગમાં લેવાતા લોખંડના અંગુરથી અજયભાઈના માથામાં ઘા માર્યો હતો. હુમલામાં તેમને માથામાં ઇજા પહોંચી હતી અને સારવાર દરમિયાન ત્રણ ટાંકા લેવા પડ્યા હતા.
Read Original Article →