અકસ્માત:વાંકીયા નજીક પિકઅપ વાને બાઈકને હડફેટે લેતા દાદા અને પૌત્ર ઇજાગ્રસ્ત

Gujarat5/20/2026, 12:00:00 AM
બાબરાના સુખપુર પાસે વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક પિકઅપ વાન ચાલકે એક બાઇકને અડફેટે લેતા દાદા પૌત્રને ઇજા પહોંચાડી હોવાનું સામે આવ્યું છે. જેસાભાઇ આંબાભાઇ જાપડીયા (ઉ.વ.61) મૂળ વિંછીયા તાલુકાના કાસકોલીયા અને હાલ જસદણ-ચોટીલા રોડ ખાતે રહેતા જેસાભાઇ આંબાભાઇ જાપડીયા (ઉ.વ.61) પોતાના પૌત્ર શિવમ મહેશભાઇને સાથે બેસાડી GJ-03-AP-3137 નંબરનું બાઇક લઈ જસદણથી કાસકોલીયા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન વાંકીયા ગામે સુખપર ચોકડી પાસે પહોંચતા સામે તરફથી સુખપર ગામ તરફથી આવી રહેલા GJ-14-AT-0212 નંબરની પિકઅપ વાનના ચાલકે પુરઝડપે અને બેફીકરાઈથી વાહન હંકારી તેઓના બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં જેસાભાઇ તથા તેમના પૌત્ર શિવમને શરીરે નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ચાલક વાહન સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે બાબરા પોલીસે અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ આગળની તપાસ હાથ ધરી છે.
Read Original Article →