આરએફઓ અને સ્ટાફ‎પણ કચેરીથી દૂર ભાગે છે‎:ધારીની ડીએફઓ કચેરી ગેરકાયદે કામોમાં વ્યસ્ત રહી અને સાવજો ટપોટપ મરતા રહ્યાં

Gujarat5/28/2026, 12:00:00 AM
ધારીની ડીએફઓ કચેરી પાછલા ઘણા સમયથી સતત વિવાદમાં છે. બલકે આ કચેરીમાંથી પાછલા સમયમાં અનેક વિવાદાસ્પદ નિર્ણયો નિકળ્યા છે. આ ગેરકાયદે કામોના બદલે સાવજોની સુરક્ષા પ્રત્યે ધ્યાન અપાયું હોત તો સાવજો બચાવી શકાયા હોત. બાબરકોટની એક ખાનગી કંપનીએ 2016ની સાલથી વન વિભાગની અનામત જમીન ખાણ કામ માટે મેળવવા પ્રયત્ન હાથ ધર્યો હતો. અગાઉ જુદા જુદા ત્રણ ડીએફઓ દ્વારા આ દરખાસ્ત ના મંજૂર કરી દેવામાં આવી હતી. પરંતુ વર્તમાન ડીએફઓના શાસનમાં ફરી દરખાસ્ત કરાય હતી અને આ જમીન ખાનગી કંપનીને આપવા અભિપ્રાય પણ આપી દેવાયો હતો. આવી જ રીતે રાજભા ગઢવી અને તેના પિતાએ ગીરનો નેશ છોડી દીધા બાદ વર્ષો પછી ફરી તેમણે ગીરમાં વસવા દરખાસ્ત કરી હતી. અગાઉના ડીએફઓ દ્વારા દરખાસ્ત ભલે ના મંજૂર કરાય પરંતુ હાલના ડીએફઓ દ્વારા તેને ફરી નેશમાં વસાવવા પોઝીટીવ અભિપ્રાય અપાયો હતો. એવું કહેવાય છે કે કચેરીનો જાજો સમય આવા કામોમાં જતો હોવાથી સાવજોની સુરક્ષા પ્રત્યે કોઈ ધ્યાન અપાયું ન હતું. વન વિભાગના સૂત્રો અંદર ખાને કહે છે કે ધારી ડીએફઓ કચેરીથી આરએફઓ અને અન્ય સ્ટાફ દૂર ભાગે છે. અહીં મોટાભાગના સ્ટાફને હડધૂત કરવામાં આવતો હોય બંને ત્યા સુધી કર્મચારીઓ આ કચેરી સાથે કામ કરવાનું ટાળે છે.
Read Original Article →