ગર્ભવતી સિંહણના મોત બાદ સ્થાનિક ફોરેસ્ટરની બદલી:ધારી ગીર પૂર્વ ડિવિઝનમાં બેદરકારીનો આરોપ; બે દિવસથી બિમાર સિંહણ એક જ સ્થળે હોવા છતા વનવિભાગને કેમ જાણ ન થઈ?

Gujarat6/6/2026, 5:02:59 AM
ગર્ભવતી સિંહણના મોત બાદ સ્થાનિક ફોરેસ્ટરની બદલી:ધારી ગીર પૂર્વ ડિવિઝનમાં બેદરકારીનો આરોપ; બે દિવસથી બિમાર સિંહણ એક જ સ્થળે હોવા છતા વનવિભાગને કેમ જાણ ન થઈ?
અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ ડિવિઝનમાં ગર્ભવતી સિંહણના મોત બાદ સ્થાનિક ફોરેસ્ટર ચેતન ઘેવરિયાની બદલી કરવામાં આવી છે. વન વિભાગની બેદરકારીના કારણે સિંહણનું મોત થયું હોવાના પણ આરોપો લાગી રહ્યા છે. જે અંગે પણ તપાસના આદેશ અપાયા છે. સમગ્ર મામલે DCF વિકાસ યાદવના મોનિટરિંગ સામે સવાલો ઉઠ્યા છે. સરસિયા રેન્જના લુવારિયા વિસ્તારમાં એક ગર્ભવતી સિંહણનું મોત થયું હતું. આ મામલે પ્રાથમિક તપાસ બાદ ફોરેસ્ટર ચેતન ઘેવરિયાને પાલીતાણા રેપિડ ખાતે બદલી કરવામાં આવી છે. પેટ્રોલિંગમાં બેદરકારી થઈ હોવાનો ખુલાસો જૂનાગઢ સર્કલના મુખ્ય વન સંરક્ષક (CF) રામરતન નાલાએ સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. તપાસ દરમિયાન ફોરેસ્ટર ધારીથી અપ-ડાઉન કરતા હોવાથી પેટ્રોલિંગમાં બેદરકારી થઈ હોવાનો ખુલાસો થયો છે. નિયમિત પેટ્રોલિંગના અભાવ અંગે પ્રશ્નો ઉભા થયા છે. ગર્ભવતી સિંહણના મોત બાદ અનેક સવાલો મહત્વનો સવાલ એ છે કે, સિંહણ બે દિવસથી બીમાર હાલતમાં એક જ સ્થળે હોવા છતાં તેની જાણ વન વિભાગને કેમ ન થઈ? બે દિવસ સુધી પીડાતી રહેલી સિંહણ પર સમયસર નજર કેમ રાખવામાં ન આવી અને તેના મોત માટે કોણ જવાબદાર છે તે મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ધારી ગીર પૂર્વ ડિવિઝન સતત વિવાદોમાં ધારી ગીર પૂર્વ ડિવિઝન સતત વિવાદોથી ઘેરાયેલું રહ્યું છે. અગાઉ રાજભા ગઢવીને માલધારી તરીકે અરજી મંજૂર કરવાના વિવાદ બાદ સિંહોના મોતની ઘટનાઓ સામે આવી હતી. આ પહેલા પણ સરસિયા રાઉન્ડના લુવારિયા વિસ્તારમાં બીમારીને કારણે સિંહનું મોત થયું હતું. સિનિયર અધિકારીઓ અને નીચેના સ્ટાફ વચ્ચે સંકલનનો અભાવ! આ ઘટના બાદ ગીર પૂર્વ ડિવિઝનમાં સિનિયર અધિકારીઓના મોનિટરિંગનો અભાવ અને સ્ટાફ પર દેખરેખનો અભાવ હોવાનો ગણગણાટ જોવા મળી રહ્યો છે. સિનિયર અધિકારીઓ અને નીચેના સ્ટાફ વચ્ચે સંકલનનો અભાવ પણ ચર્ચાનો વિષય બન્યો છે. ડીસીએફ વિકાસ યાદવના મોનિટરિંગ સામે પણ સવાલો ઉઠ્યા છે. અમરેલી ગીર પૂર્વમાં વધુ એક સિંહણનું મોત ગીર પૂર્વ વનવિભાગ હેઠળના અમરેલી જિલ્લામાં તાજેતરમાં એક સિંહણનું મોત થયું હતું. ધારી ગીર પૂર્વ ડિવિઝનની સરસિયા રેન્જમાં આવેલા લુવારિયા કૃષ્ણગઢ વિસ્તારમાંથી સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. વનવિભાગના જણાવ્યા અનુસાર, આ સિંહણ ગર્ભવતી હતી અને ગર્ભમાં જ તેના બચ્ચાનું મોત થયું હતું, જેના કારણે સિંહણનું પણ મૃત્યુ થયું હતું. આ ઘટનાને પગલે વનવિભાગની કામગીરી અને સિંહોની સુરક્ષા વ્યવસ્થા પર ફરી સવાલો ઉભા થયા છે. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો) 17માંથી 11 સિંહ જંગલમાં મુક્ત કરાયા, 6 સારવાર હેઠળ જસાધાર એનિમલ કેર સેન્ટર પરથી 4 સિંહને જંગલમાં મુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે એક માદા અને બે સિંહબાળ હજુ સારવાર હેઠળ છે. તેવી જ રીતે, જામવાળા એનિમલ કેર સેન્ટર પરથી પણ 7 સિંહને જંગલમાં છોડી દેવામાં આવ્યા છે, જ્યારે બે નર અને એક સિંહબાળ સારવાર હેઠળ છે. આમ, કુલ 11 સિંહને મુક્ત કરાયા છે અને 6 સિંહ (2 નર, 1 માદા, 3 સિંહબાળ) સારવાર હેઠળ છે. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો)
Read Original Article →