મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને પત્ર:દામનગરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, જનસેવા કેન્દ્રને શરૂ કરવા માંગ

Gujarat5/26/2026, 12:00:00 AM
દામનગર શહેર તથા આસપાસના આશરે ૩૫ જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સામાજિક કાર્યકર નટવરલાલ ભાટિયાએ રાજ્ય સરકાર સમક્ષ વિસ્તૃત રજૂઆત કરી છે. મુખ્યમંત્રી તેમજ રાજ્યના અધિક સચિવ સહિત સંબંધિત વિભાગોને લેખિત પત્ર પાઠવી દામનગરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને જનસેવા કેન્દ્ર શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. પાત્રમાં જણાવ્યા પ્રમાણે દામનગર શહેર અને ગ્રામ્ય પંથકના અનેક યુવાનો અને યુવતીઓ રમતગમત ક્ષેત્રે પ્રતિભા ધરાવે છે, પરંતુ પૂરતી સુવિધાઓના અભાવે તેમની પ્રતિભાને યોગ્ય મંચ મળતો નથી. તેથી જુના કચેરી કમ્પાઉન્ડ તેમજ જિલ્લા પંચાયત હસ્તક આવેલા સર્કિટ હાઉસ ખાતે આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિકસાવવા માંગ કરવામાં આવી છે. દામનગર સહિતના આશરે 35 ગામોના નાગરિકોને સરકારી સેવાઓ માટે હાલ દૂર સુધી જવું પડતું હોવાની વ્યથા રજૂ કરવામાં આવી છે. લોકોને સરળ અને ઝડપી સરકારી સેવાઓ મળી રહે તે હેતુથી દામનગરમાં જનસેવા કેન્દ્ર શરૂ કરવા જણાવ્યું છે. દામનગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની વસ્તી, આંકડાકીય વિગતો સાથે સરકાર સમક્ષ રજૂઆત કરી છે.
Read Original Article →