ગંદા પાણીનો નિકાલ કરવા માંગ:કુંઢીયા પીપળીયામાં પીવાના પાણીના બોર પાસે ગંદા પાણીના ભરાવાથી રોષ

Gujarat6/4/2026, 12:00:00 AM
વડિયા કુંકાવાવ-વડીયા તાલુકાના કુંઢીયા પીપળીયા ગામમાં ભૂગર્ભ ગટરનાં ગંદા પાણીના અયોગ્ય નિકાલને કારણે આરોગ્ય સંબંધિત ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. ગામના અનેક રહેવાસીઓએ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી તંત્ર સમક્ષ યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી છે. ગામની ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી ગામની મધ્યમાંથી પસાર થતી મુખ્ય નદીમાં છોડવામાં આવે છે. પરિણામે ગામના પાદર વિસ્તારમાં ગંદા પાણીનો સતત ભરાવો રહે છે, જેના કારણે આસપાસ ગંદકી ફેલાઈ રહી છે તેમજ મચ્છરો અને જીવાતોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે. આ અંગે સ્થાનિક જાગૃત નાગરિકે રાજેશ આર. ચુડાસમાએ તલાટી અને સરપંચને પણ જ્યાં ગંદુ પાણી એકત્રિત થાય છે, તેની નજીક જ ગ્રામ પંચાયત દ્વારા સંચાલિત પીવાના પાણીનો બોર આવેલો હોવાથી આ ગંદુ પાણી જમીનમાં ઉતરીને અથવા અન્ય માર્ગે બોરના પાણી સુધી પહોંચી શકે છે. અને પાણી પ્રદૂષિત થવાની શક્યતા સેવાય રહી છે. આ ગંભીર સમસ્યાને લઈને ગામના નાગરિકોએ ગ્રામ પંચાયત ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા ગ્રામ વિકાસ અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ પણ લેખિત રજૂઆત કરી છે. અને ગટરનાં ગંદા પાણીનો નિકાલ ગામની બહાર યોગ્ય સ્થળે કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. ગંદુ પાણી મુખ્ય નદીમાં છોડાઈ રહ્યું છે. તસવીર- જીતેશગીરી ગોસાઈ
Read Original Article →