દીકરીઓએ પિતાને મુખાગ્નિ આપી દીકરાની ફરજ નિભાવી:બાબરામાં દીકરીઓએ પિતાને કાંધ આપીને મુખાગ્નિ આપી

Gujarat4/6/2026, 12:00:00 AM
દીકરીઓએ પિતાને મુખાગ્નિ આપી દીકરાની ફરજ નિભાવી:બાબરામાં દીકરીઓએ પિતાને કાંધ આપીને મુખાગ્નિ આપી
બાબરામાં દીકરીઓએ પિતાને કાંધ આપી અગ્ની સંસ્કાર આપ્યા હતા. ચિત્રકૂટ સોસાયટીમાં રાજુભાઈ પાઠકના અવસાન બાદ દીકરીઓએ અગ્ની સંસ્કાર આપી સમાનતાનું પ્રેરણાદાયક ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. બાબરા શહેરમાં માનવતા, સંસ્કાર અને સ્ત્રી-પુરૂષ સમાનતાનું પ્રેરણાદાયક દૃશ્ય જોવા મળ્યું હતું. બાબરાની ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા રાજુભાઈ વસુદેવભાઈ પાઠક(ઉ.વ.72)નું ટૂંકી બિમારી બાદ આજે અવસાન થતાં બ્રહ્મ સમાજ તેમજ પાઠક પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. રાજુભાઈ પાઠક સમાજમાં ધાર્મિક ભાવના ધરાવતા વ્યક્તિ તરીકે જાણીતા હતા. તેમના અવસાન બાદ સગાસંબંધીઓ અને ઓળખીતાઓમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. રાજુભાઈ પાઠકને સંતાનમાં બે પુત્રીઓ છે. પુત્ર ન હોવા છતાં બંને દીકરીઓએ સમાજ માટે એક અનોખું અને પ્રેરણાદાયક ઉદાહરણ પૂરૂ પાડ્યું હતું. દીકરીઓએ પિતાના પાર્થિવદેહને કાંધ આપી સ્મશાન સુધી લઈ જઈ અંતિમવિધિ કરી હતી. પરંપરાગત રીતે પુત્ર દ્વારા કરવામાં આવતી અંતિમવિધિની વિધિ પણ દીકરીઓએ નિભાવતા પિતાને મુખાગ્નિ આપી દીકરાની ફરજ નિભાવી હતી. પિતાને મુખાગ્નિ આપી દીકરાની ફરજ નિભાવી. તસવીર- રાજુ બસીયા માતા-પિતા માટે સંતાન એકસરખું હોય છે બાબરામાં દીકરીઓએ પિતાને કાંધ આપી મુખાગ્નિ આપી હતી. ત્યારે માતા-પિતા માટે સંતાન એકસરખું હોય છે. તે દીકરી હોય કે દીકરો બંને માતા-પિતાની સેવા અને જવાબદારી નિભાવવામાં સમર્થ છે તેવું અહીં હાજર લોકોએ જણાવ્યું હતું.
Read Original Article →