ફરિયાદ:ડુંગરમાં ફોટા પાડવા જેવી બાબતે બે પક્ષ વચ્ચે અથડામણ: ત્રણ ઇજાગ્રસ્ત

Gujarat4/7/2026, 12:00:00 AM
રાજુલા તાલુકાના ડુંગર ગામે લગ્ન પ્રસંગે ફોટા પાડવાની બાબતે થયેલી બોલાચાલી બાદ બે પક્ષ વચ્ચે અથડામણ સર્જાતા બંને પક્ષે એકબીજા સામે ફરિયાદ નોંધાવી છે. ઘટનામાં એક વ્યક્તિને માથામાં ઇજા થતાં હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. જ્યારે અન્ય બેને સામાન્ય ઈજાઓ થઈ છે. ગઈકાલે વહેલી ડુંગર ગામે કુમાર શાળા-1 પાસે આ બનાવ બન્યો હતો. ડુંગર બહારપરા વિસ્તારમાં રહેતા સીકંદર યુનુસભાઇના મોટા બાપુના દીકરાના લગ્ન પ્રસંગે ફોટા પાડવાની બાબતે સાજીદ દોસુભાઇ ગાહા અને અન્ય લોકો સાથે બોલાચાલી થઈ હતી. આ બાબતનું મનદુઃખ રાખી તેઓ બાઇક લઈને નીકળ્યા ત્યારે તેઓને રસ્તામાં રોકી સાજીદ સહિત ત્રણ અન્ય શખ્સોએ ધરિયા , કુહાડી અને છરી વડે હુમલો કર્યો હતો. જેમાં સિકંદરભાઈ અને તેના સાથી ઇજાગ્રસ્ત થયા હતા, જે અંગે ફરિયાદ આપી છે. સામા પક્ષે પણ સામા પક્ષે પણ સાજીદ દોસમહમદભાઇ ગાહાએ ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ આપી છે કે, તેમના કાકાના દીકરા તન્વીરભાઇના લગ્ન પ્રસંગે ફોટા પાડવાની બાબતે સિકંદર અને દિલશાદ સાથે માથાકુટ થઈ હતી. જેમાં સિકંદર સહિત અન્ય ત્રણ લોકોએ પાઇપ, લાકડી વડે માર મારી ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે સિકંદર યુનુસભાઇ ગાહા, દિલશાદ યુનુસભાઇ ગાહા, શબ્બીર મકરાણી ઇન્તીયાઝ અબાભાઇ ગાહા તેમજ સાજીદ દોસુભાઇ ગાહા, ફારુક યુસુફભાઇ ગાહા, ફીરોજ યુસુફભાઇ ગાહા, સમદ દોસુભાઇ ગાહા મળી પોલીસે બંને પક્ષના કુલ 8 લોકો સામે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Read Original Article →