રંગેચંગે શોભાયાત્રાનું કરાયું પ્રસ્થાન:લીલીયામાં સંત વેલનાથ બાપુની તિથીની ઉજવણી‎

Gujarat4/5/2026, 12:00:00 AM
રંગેચંગે શોભાયાત્રાનું કરાયું પ્રસ્થાન:લીલીયામાં સંત વેલનાથ બાપુની તિથીની ઉજવણી‎
લીલીયામાં સંત વેલનાથ બાપુની તિથીની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના જૂના કોળીવાડા વિસ્તારથી શોભાયાત્રા પ્રસ્થાન થઈ હતી. જે સમગ્ર શહેરમાં ફરી હતી. શોભાયાત્રા શહેર ના મુખ્ય માર્ગો પર ફરી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને જય વેલનાથના નાદ સાથે માર્ગો ગુંજી ઉઠ્યા હતા. આ શોભાયાત્રા વેલનાથ બાપુની વાડી ખાતે સમાપન થઈ હતી. ત્યારબાદ સમાજના શ્રેષ્ઠીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું પુષ્પહાર અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધર્મસભામાં સામાજિક ઉત્થાન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. સાથે સાથે સમાજમાંથી વર્ષો જૂના કુરિવાજો દૂર કરવા અને સમાજ ને વ્યસન મુક્ત એક તંદુરસ્ત અને વ્યસન મુક્ત સમાજના નિર્માણ માટે ઉપસ્થિત જનમેદનીને ભનુભાઈ ડાભી દ્વારા અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસે સાયબર ફ્રોડથી બચવા અંગે લોકોને સમજણ આપી હતી. આ તકે લીલીયા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.ડી. સાળુંકે, પ્રતાપભાઈ દુધાત, ભીખાભાઈ ધોરાજીયા, સરપંચ વિજયભાઈ શેખલીયા, વલ્લભભાઈ ઝિંઝુવાડીયા, જીવનભાઈ વોરા, જગદીશભાઈ ઠાકોર, નીતિનભાઈ ત્રિવેદી,ખોડાભાઈ માલવિયા, વિનુભાઈ રામાણી, બાબુભાઈ મકવાણા, કાંતિભાઈ સાથલીયા, મનીષભાઈ માંડવીયા, યોગેશભાઈ દવે, અલ્પેશભાઈ સોલંકી, ભુપતભાઈ, પ્રવીણભાઈ, વિજયભાઈ ભાલાળા, ગોવિંદભાઈ ચાવડા, જીવરાજભાઈ પરમાર, દકુભાઈ બુટાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →