અકસ્માત:કોટડાપીઠા નજીક હાઈવે પર કારની ટક્કરે બાઇક ચાલકનું મોત, 1ને ઇજા
વડીયા તાલુકાના રાંદલના દડવા ગામના બે યુવાનો સાથે બનેલા માર્ગ અકસ્માતમાં એક યુવકનું કરુણ મોત નિપજયુ હતું જ્યારે એક યુવાન ઇજાગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે. અકસ્માત ગઈ કાલે બપોરના સાડા બારેકથી સવા એક વાગ્યા દરમિયાન રાંદલના દડવા ગામના પ્રફુલભાઈ રામભાઈ બાંભવા (ઉ.વ.36) તથા વશરામભાઈ ગેલાભાઈ બાંભવા GJ-14-BK-4195 નંબરનું બાઇક લઈને વિરનગરથી પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન રાજકોટ-ભાવનગર હાઇવે પર કોટડાપીઠા ગામ પાસે આવેલા કર્ણુકી ગામના પાટિયા નજીક પહોંચતા પાછળથી આવતી GJ-03-KH-3319 નંબરની કારના ચાલકે બેફામ અને બેદરકારીપૂર્વક વાહન હંકારી બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈકચાલક પ્રફુલભાઈ બાંભવાને માથાના ભાગે ગંભીર હેમરેજ સાથે શરીરે નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. તેને સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે સાથે રહેલા વશરામભાઈ બાંભવાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે દડવા રહેતા મૃતકના ભાઈ રાજુભાઈ રામભાઈ બાંભવા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.
Read Original Article →