અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે ચોપાનિયા, પોસ્ટર, ભીંતપત્રો છપાવવા કે લગાડવા પર પ્રતિબંધ
અમરેલી જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જાહેર સ્થળોએ અનધિકૃત રીતે ચોપાનિયા, પોસ્ટરો, બેનરો તથા ભીંતપત્રો લગાવવાના પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામામાં કોઈપણ વ્યક્તિ, સંસ્થા જેના પર તેના મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા ન હો અને છાપેલ પ્રતની સંખ્યા દર્શાવેલ ન હોય એવા ચૂંટણીને લગતા ચોપાનીય કે ભીંતપત્રો, પોસ્ટર્સ, કટઆઉટસ હોર્ડિંગ્સ, બેનર્સ છાપવા અને લગાવી શકશે નહીં. હાથે નકલો કરવા સિવાયની લખાણીની વધુ નકલો કાઢવાની કોઈપણ પ્રક્રિયા મુદ્રણ ગણાશે અને મુદ્રક એ શબ્દના તે પ્રમાણે અર્થ થશે. ચૂંટણી અંગેના છાપેલા કોઈ પણ ચોપાનીયા કે ભીંતપત્રો પર મુદ્રક અને પ્રકાશકના પુરા નામ સરનામા, મોબાઇલ નંબર દર્શાવવાના રહેશે. મુદ્રકે પ્રકાશક પાસેથી મેળવેલી એકરારપત્ર જોડાણ નિયત નમુનામાં છાપકામ કર્યાના ત્રણ દિવસની અંદર જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી તથા સંબંધિ ચૂંટણી અધિકારીને રજૂ કરવાની રહેશે. આ જાહેરનામું 30 એપ્રિલ સુધી અમલમાં રહેશે.
Read Original Article →