બગસરામાં ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન PSI પર હુમલો:ફરજમાં રૂકાવટ ઊભી કરનારા બે ઈસમ સામે FIR
અમરેલી જિલ્લાના બગસરામાં ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન PSI પર હુમલો થયો છે. ફરજમાં રૂકાવટ ઊભી કરવા બદલ બે ઈસમ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ ઘટના બગસરા બસ સ્ટેશન રોડ પર બની હતી. PSI કમલેશદાન મયા ટ્રાફિક નિયમન અને વાહન ચેકિંગની ફરજ પર હાજર હતા. તેમણે નંબર પ્લેટ વગરનું મોટરસાયકલ ચલાવી આવતા જલદીપ ધાંધીયાને અટકાવ્યા હતા. PSIએ જલદીપ પાસેથી વાહનના દસ્તાવેજો, લાયસન્સ અને PUC બાબતે પૂછપરછ કરતા બોલાચાલી થઈ હતી. જલદીપે પોલીસ કર્મચારીઓ સાથે અભદ્ર ભાષામાં વાતચીત કરી હતી. ત્યારબાદ ત્યાં હાજર થયેલા તેજસ ઉર્ફે ભુરોએ PSI કમલેશદાન મયા સાથે ઝપાઝપી કરી હુમલો કર્યો હતો. આરોપીઓએ PSIની કાયદેસરની ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી અને ધમકી આપી હતી કે, તેમને નોકરી કરવા દેવામાં આવશે નહીં તથા પોલીસના પટ્ટા-ટોપી ઉતારી નાખશે. આ ઘટના બાદ PSI જાતે ફરિયાદી બની ગુનો નોંધાવ્યો છે. આ ફરજમાં રૂકાવટના કેસની તપાસ PI વી.કે. ગોલવેલકર ચલાવી રહ્યા છે.
Read Original Article →