2 સામે ફરિયાદ:અમરેલીમાં પારિવારિક મનદુઃખને લઈ હુમલો
અમરેલી ખાતે લાલાવાવ હનુમાનજી પાછળ આવેલ જગદીશભાઈ ધરજીયાના ખેતરમાં ગઈ કાલે સાંજે પરિવારિક મનદુઃખને લઈને હુમલાની ઘટના સામે આવી છે. મૂળ ધારીના માલસિકા અને હાલ અમરેલી રહેતા દુર્લભભાઈ વાઘેલા મૂળ રહેવાસી માલસીકા અને હાલ અમરેલી જગદીશભાઈ ધરજીયાની વાડીએ રહી ખેત મજૂરી કરતા હોય તેઓના દિકરાના લગ્ન દયાબેન સાથે થયા હતા, પરંતુ બાદમાં છૂટાછેડા થઈ ગયા હોય, અને તે મામલો હાલમાં કોર્ટમાં ચાલી રહ્યો છે. આ બાબતનું મનદુઃખ રાખીને દયાબેન સોંલકી અને વિક્રમ ધીરુભાઈ સોંલકી બન્ને ખેતરે પહોંચ્યા હતા.તે સમયે દુર્લભભાઈ સહિત અન્ય લોકો ખેતરમાં કામ કરી રહ્યા હતા. ત્યારે દયાબેને તેઓના દિકરાને પકડી રાખી ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન દુર્લભભાઈ વચ્ચે પડતા વિક્રમ સોલંકીએ પાછળથી પથ્થર મારી હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા હતા સાથેજ મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે અમરેલી પોલીસે દયાબેન ધીરુભાઈ સોંલકી અને વિક્રમ ધીરુભાઈ સોંલકી વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →