30 મે સુધી અરજી કરાશે:ખાંભા તાલુકાની શાળાઓમાં મધ્યાહન ભોજન માટે સંચાલક કમ કુકની ભરતી
ખાંભા તાલુકાની અનિડા, બાબરપુર, ભાડ, ભુંડણી, ચતુરી, દડલી, દાઢીયાળી, ડેડાણ કન્યા, ધારી નાની, જીકીયાળી, જુના માલકનેસ, ખડાધાર, ખાંભા નવી વસાહત, મુજીયાસર, નાનુડી, નવા માલકનેસ, નેસડી-૨, નિંગાળા-૨, પીપળવા, રબારીકા, રાયડી, ત્રાકુડા, વિસાવદર નાના તથા ઉદાણી પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલક કમ કુકની જરૂરિયાત જાહેર કરાઇ છે. અરજદારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ પૂર્ણ થયેલી અને 60 વર્ષથી ઓછી હોવી આવશ્યક છે. પસંદગી પામનાર ઉમેદવારોને સરકારના નિયમો મુજબ માનદ વેતન ચૂકવવામાં આવશે. જે માટે નિયત અરજી ફોર્મ ખાંભા મામલતદાર કચેરી, જિલ્લા પુરવઠા અધિકારી કચેરી તેમજ પી.એમ. પોષણ કચેરી, અમરેલી ખાતે કચેરી સમય દરમિયાન મેળવી શકાશે. ઉમેદવારોએ અરજી ફોર્મ સંપૂર્ણ ભરી જરૂરી આધાર-પુરાવા સાથે તા. 30 મે,ના રોજ બપોરે 2:00 વાગ્યા સુધી રજીસ્ટ્રી શાખા, મામલતદાર કચેરી, ખાંભા ખાતે પહોંચાડવાનું રહેશે, સ્થાનિક રહેવાસી તથા મહિલા ઉમેદવારોને પસંદગી પ્રક્રિયામાં પ્રથમ પ્રાથમિકતા અપાશે તેવું ખાંભા મામલતદારે જણાવ્યું છે.
Read Original Article →