10 જૂન સુધી અરજી કરાશે:લાઠીમાં 24 જૂને તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન

Gujarat6/5/2026, 12:00:00 AM
રાજ્ય સરકારના સ્વાગત કાર્યક્રમ અંતર્ગત લાઠી તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી 24 જૂન,ના રોજ સવારે 11:00 કલાકે લાઠી મામલતદાર કચેરી ખાતે યોજાનાર છે. લાઠીમાં તાલુકા કક્ષાના અધિકારક્ષેત્રમાં આવતા સરકારી કામકાજ સંબંધિત વ્યક્તિગત પ્રશ્નો કે ફરિયાદો ધરાવતા નાગરિકોને આ કાર્યક્રમમાં રજૂઆત કરવાની તક આપવામાં આવશે. અરજદારો પોતાની રજૂઆત 10 જૂન, ના રોજ બપોરે 3:00 કલાક સુધીમાં લાઠી મામલતદાર કચેરી ખાતે રૂબરૂ અથવા પોસ્ટ મારફતે મોકલી શકશે. આ કાર્યક્રમમાં સામૂહિક, જાહેર હિત કે નીતિ વિષયક પ્રશ્નો સ્વીકારવામાં આવશે નહીં. અરજદારે પોતાની અરજીના મથાળે સ્પષ્ટ રીતે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ એવો ઉલ્લેખ કરવો જરૂરી રહેશે. ત્યારે લાઠી તાલુકાના નાગરિકોને પોતાના બાકી રહેલા સરકારી પ્રશ્નો અને ફરિયાદોના અસરકારક નિવારણ માટે આ કાર્યક્રમનો વુધમાં વધુ લોકોને લાભ લેવા મામલતદારે અનુરોધ કર્યો છે.
Read Original Article →