1 જૂન સુધીમાં અરજી મંગાવવામાં આવી:લીલીયા તાલુકાની શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનામાં ભરતી

Gujarat5/26/2026, 12:00:00 AM
લીલીયા મોટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મધ્યાહન ભોજન માટે કર્મચારીઓની ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં સનાળીયા પ્રાથમિક શાળા – કેન્દ્ર નં. 35 માં સંચાલક-કમ-કુક, આંબા પ્રાથમિક શાળા – કેન્દ્ર નં. 2 માં કુક, ભોરીંગડા પ્રાથમિક શાળા – કેન્દ્ર નં. 28 માં કુક, ખારા પ્રાથમિક શાળા – કેન્દ્ર નં. 9 માં કુક-કમ-હેલ્પર, લીલીયા કુમાર શાળા – કેન્દ્ર નં. 30 પર કુક-કમ-હેલ્પર, ઢાંગલા પ્રાથમિક શાળા – કેન્દ્ર નં. 14 સંચાલક-કમ-કુક, કુક તથા કુક-કમ-હેલ્પર અને નાના લીલીયા પ્રાથમિક શાળામાં કુક-કમ-હેલ્પરના ઉમેદવાર માટે ધોરણ 10 પાસ શૈક્ષણિક લાયકાત ફરજિયાત રખાઈ છે. અરજદારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 60 વર્ષ હોવી જરૂરી છે. અરજીપત્રક મામલતદાર કચેરી, લીલીયા ખાતે કચેરી સમય દરમિયાન જાહેર રજા સિવાય તા. 21 મે થી તા. 1 જૂન સુધી ઉપલબ્ધ રહેશે. જરૂરી દસ્તાવેજો અને આધાર પુરાવા સાથે ભરેલ અરજીપત્રક તા. 1 જૂનના રોજ બપોરે 2 વાગ્યા સુધી મામલતદાર કચેરી લીલીયાની રજિસ્ટ્રી ટેબલ પર જમા કરાવવાનું રહેશે.
Read Original Article →