ખેડૂતોમાં ચિંતા:બાબાપુરમાં વાડીએથી 45 ફીંડલા ડ્રિપ લાઇનની ચોરી

Gujarat5/16/2026, 12:00:00 AM
અમરેલીના બાબાપુર ગામે ખેડૂતની વાડીમાંથી ટપક માટે વપરાતી હજારો રૂપિયાની પાઇપ ચોરી થયાની ઘટના સામે આવતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. અમરેલીના બાબાપુરથી ટીંબલા જવાના કાચા રસ્તા પર આવેલી હેમાંગભાઈ રમેશભાઈ ગોંડલીયાની વાડીમાંથી અજાણ્યા શખ્સે ટપક સિંચાઈ માટે ઉપયોગમાં લેવાતા ફીંડલાની ચોરી કરી ફરાર થઈ ગયો હોવાનું બહાર આવ્યું છે. આ બનાવ અંગે બાબાપુર ગામે રહેતા અને ખેતી કામ કરતા વિપુલભાઈ ધનજીભાઈ ગોંડલીયા (ઉ.વ.55) એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તા. 1 માર્ચથી 8 એપ્રિલ દરમિયાન કોઈ અજાણ્યા વ્યક્તિએ વાડીમાં ઘુસી આશરે રૂ. 35 હજારની કિંમતના 45 જેટલા ટપક ડ્રીપ લાઈન ફીંડલાની ચોરી કરી કરી ગયા હતા. ચોરીની ઘટના અંગે જાણ થતા આસપાસમાં તપાસ હાથ ધરી હતી, પરંતુ પાઇપ નહીં મળતા આખરે ગઈ કાલે અમરેલી તાલુકા પોલીસને ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.
Read Original Article →