અમરેલીમાં 10 નવા PIને ચાર્જ સોંપાયા:SP સંજય ખરાતે મોડીરાત્રે આદેશ જારી કર્યો
અમરેલી જિલ્લામાં મોડી રાત્રે SP સંજય ખરાતે 10 નવા નિયુક્ત PI ને વિવિધ પોલીસ સ્ટેશનોનો ચાર્જ સોંપ્યો છે. રાજ્યમાં પોલીસ અધિકારીઓની બદલીઓ બાદ ખાલી પડેલા પોલીસ સ્ટેશનોમાં આ નિમણૂકો કરવામાં આવી છે. આદેશ અનુસાર, PI બી.જી. ઈશરાણીને SOG શાખા, PI એમ.એમ. ઝાલાને અમરેલી શહેર, PI વી.કે. ગોલવેલકરને બગસરા, PI એમ.બી. ઓસુરાને લાઠી, PI વી.પી. ગોલને AHTU, PI આર.આર. પરમારને બાબરા, PI કે.બી. સોલંકીને સાવરકુંડલા ટાઉન, PI વી.કે. રાઠોડને પીપાવાવ મરીન, PI એન.જી. જાડેજાને દામનગર અને PI જે.આર. ભાચકનને મહિલા યુનિટનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ વહીવટી ફેરફારમાં પીએસઆઈ એ.એમ. રાધાનપરાને દામનગર મુકવામાં આવ્યા છે. આ ફેરબદલીઓ વહીવટી સરળતા માટે કરવામાં આવી હોવાનું જણાવાયું છે. જિલ્લામાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સુનિશ્ચિત કરવા માટે આ ચાર્જ સોંપવામાં આવ્યા છે.
Read Original Article →