અમરેલી RTOએ 200 વાહનોને રેડિયમ પટ્ટા લગાવ્યા:માર્કેટિંગ યાર્ડ ખાતે માર્ગ અકસ્માત નિવારણ અભિયાન હાથ ધરાયું

Gujarat4/10/2026, 12:51:10 PM
અમરેલી RTOએ 200 વાહનોને રેડિયમ પટ્ટા લગાવ્યા:માર્કેટિંગ યાર્ડ ખાતે માર્ગ અકસ્માત નિવારણ અભિયાન હાથ ધરાયું
અમરેલી RTO દ્વારા માર્કેટિંગ યાર્ડ ખાતે માર્ગ સુરક્ષા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ 200થી વધુ ટ્રેક્ટર અને અન્ય વાહનોને રેડિયમ પટ્ટા લગાવવામાં આવ્યા. આ કામગીરી જિલ્લાભરની APMCમાં રેડિયમ પટ્ટા લગાવવાના કેમ્પના આયોજનનો એક ભાગ છે. અમરેલી APMC ખાતે યોજાયેલા આ કેમ્પમાં ટ્રેક્ટર, ટ્રેલર અને છકડા સહિત 200થી વધુ વાહનોને વિનામૂલ્યે પીળા અને લાલ રેડિયમ પટ્ટા લગાવવામાં આવ્યા હતા. આ પટ્ટા વાહનોની બાજુઓ પર લગાવાયા હતા. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ માર્ગ અકસ્માતો ઘટાડવાનો છે. ગ્રામીણ વિસ્તારોના નાના રસ્તાઓ પર રાત્રિના સમયે લાઇટનો અભાવ હોય છે. આવા સમયે ટ્રેલર, છકડા કે સનેડા જેવા વાહનોમાં પાછળની લાઇટ ન હોવાથી પાછળથી આવતા ઝડપી વાહનોને તે દેખાતા નથી, જેના કારણે અકસ્માતો સર્જાય છે. સમગ્ર અમરેલી જિલ્લામાં RTO દ્વારા માર્ગ સુરક્ષા સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓ અને જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રેડિયમ પટ્ટા લગાવવાની આ કામગીરી પણ સંભવિત અકસ્માતોને નિવારવાના આ જ પ્રયાસનો એક ભાગ છે.
Read Original Article →