અમરેલીની 6 નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી:ભાજપના સભ્યોની બિનહરીફ પસંદગી, કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ; જુઓ ફોટા સાથેનું લિસ્ટ

Gujarat5/19/2026, 12:54:11 PM
અમરેલીની 6 નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી:ભાજપના સભ્યોની બિનહરીફ પસંદગી, કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ; જુઓ ફોટા સાથેનું લિસ્ટ
અમરેલી જિલ્લાની છ નગરપાલિકાઓમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના સભ્યોની બિનહરીફ પસંદગી થતા કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ વરણી ચીફ ઓફિસરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં કરવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ રાજ્યભરની નગરપાલિકાઓમાં પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અમરેલી જિલ્લામાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે છ નગરપાલિકાઓમાં બોર્ડ બનાવ્યું છે. અમરેલી નગરપાલિકાના પ્રમુખ તરીકે વૈશાલીબેન માંગરોળીયા અને ઉપપ્રમુખ તરીકે વિરલ પોપટની વરણી થઈ છે. ધારી નગરપાલિકામાં જયદીપ બસિયા પ્રમુખ અને પરેશ પટ્ટણી ઉપપ્રમુખ બન્યા છે. સાવરકુંડલા નગરપાલિકામાં નયનાબેન કાપડિયા પ્રમુખ અને નૂતનબેન તન્ના ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા છે. દામનગર નગરપાલિકામાં ભાવનાબેન ગોસ્વામી પ્રમુખ અને મીરાબેન ચૌહાણ ઉપપ્રમુખ તરીકે નિયુક્ત થયા છે. બાબરા નગરપાલિકામાં રંજનબેન પરવડીયા પ્રમુખ અને યજ્ઞેશભાઈ શુકલ ઉપપ્રમુખ બન્યા છે. બગસરા નગરપાલિકામાં નીરવભાઈ ગોંડલિયા પ્રમુખ અને વિપુલભાઈ પાથર ઉપપ્રમુખ તરીકે વરાયા છે. જિલ્લા ભાજપના હોદ્દેદારો અને ધારાસભ્યો દ્વારા નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખોને આવકારવામાં આવ્યા હતા. અમરેલી નગર પાલિકાના પ્રમુખ વૈશાલીબેને જણાવ્યું કે, હું ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વનો આભાર માનું છું. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત સંગઠનના હોદ્દેદારો તથા તમામ સાથી સદસ્યનો હું આભાર માનું છું કે જેમણે મારા પર વિશ્વાસ મૂકીને મને પ્રમુખ પદની જવાબદારી આપી છે. આ પદ મારા માટે એક હોદ્દો નથી પરંતુ અમરેલીની જનતાની સેવા કરવાનું એક પવિત્ર માધ્યમ છે. અમરેલી આપણું ઘર છે અને આ ઘરનો વિકાસ એ જ પાયાની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આગામી સમયમાં અમારું મુખ્ય લક્ષ્ય અમરેલી શહેરમાં રોડ રસ્તા અને આંતરમાળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવી, પીવાના પાણી તથા ડ્રેનેજ જેવી પાયાની સુવિધાઓનું સુદ્રઢીકરણ કરવું, શહેરની સ્વચ્છતા અને સુંદરતામાં વધારો કરવો અને સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવો.
Read Original Article →