ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ અમરેલીમાં વિકાસ કાર્યોના ખાતમૂર્ત કર્યા:પોલીસ હેડક્વાર્ટર અને આંગણવાડીઓ સહિત કરોડોના પ્રોજેક્ટ્સનો શુભારંભ

Gujarat6/9/2026, 11:06:33 AM
ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ અમરેલીમાં વિકાસ કાર્યોના ખાતમૂર્ત કર્યા:પોલીસ હેડક્વાર્ટર અને આંગણવાડીઓ સહિત કરોડોના પ્રોજેક્ટ્સનો શુભારંભ
રાજ્યના ઉર્જા અને કાયદા વિભાગના મંત્રી કૌશિક વેકરિયાએ અમરેલી વિધાનસભા ક્ષેત્રમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોના ખાતમૂર્ત અને લોકાર્પણ કર્યા હતા. આ કાર્યક્રમો તેમના જન્મદિવસ નિમિત્તે યોજવામાં આવ્યા હતા. અમરેલી શહેરમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે નગરપાલિકા દ્વારા રૂપિયા 385.48 લાખના ખર્ચે આધુનિક માળખાકીય સુવિધાઓનું ખાતમૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટમાં બેડમિન્ટન કોર્ટ, ઇન્ડોર ડોમ, પિકલ બોલ કોર્ટ, ટેનિસ કોર્ટ, બોક્સ ક્રિકેટ કોર્ટ, ક્રિકેટ પિચ અને વોલીબોલ કોર્ટ જેવી વિવિધ સુવિધાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વિવિધ વિસ્તારોમાં કુલ 21 આંગણવાડીઓમાં કમ્પાઉન્ડ દીવાલ નિર્માણ કાર્યનું પણ ખાતમૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, એસપી સંજય ખરાત, આઈએએસ હર્ષિતા ગોયલ, નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન માંગરોળિયા સહિત પોલીસ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શહેરમાં આવેલી સરકારી માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત આધુનિક શિક્ષણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. રોકડિયાપરામાં આવેલી પ્રાથમિક શાળાનો શુભારંભ પણ ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે કરવામાં આવ્યો હતો. આગામી સમયમાં અમરેલી વિધાનસભાના વિદ્યાર્થીઓ માટે 'વિધારત્ન એવોર્ડ' સન્માન સમારોહ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત બોર્ડ પરીક્ષામાં ઉત્તમ પ્રદર્શન કરનારા આશરે 300 વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીને સન્માનિત કરવામાં આવશે.
Read Original Article →