અમરેલી ગીર પૂર્વ વિવાદ, CF રામ રતન નાલાએ કમાન સંભાળી:અધિકારીઓ સાથે બેઠક કરી, સ્થાનિકોના ફોન ઉપાડવા, તેમના પ્રશ્નોના જવાબ આપવા અને પેટ્રોલિંગ વધારવા સૂચના આપી
અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ ડિવિઝનમાં સિંહોના મોત અને વહીવટી વિવાદ બાદ જૂનાગઢના ચીફ ફોરેસ્ટ કન્ઝર્વેટર (CF) રામ રતન નાલાએ કમાન સંભાળી છે. તેમણે ધારી પહોંચી ગીર પૂર્વ, અમરેલી સામાજિક વનીકરણ અને શેત્રુંજી ડિવિઝનના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં પેટ્રોલિંગ વધારવા અને સંકલન સુધારવા સહિતની મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી હતી. ત્રણેય ડિવિઝન વચ્ચે સંકલનના અભાવ અંગે નારાજગી વ્યક્ત કરી આ બેઠકમાં ડીસીએફ, એસીએફ કક્ષાના અધિકારીઓ અને તમામ રેન્જના રેન્જ ફોરેસ્ટર ઓફિસરો (RFO) હાજર રહ્યા હતા. CF નાલાએ ત્રણેય ડિવિઝન વચ્ચે સંકલનના અભાવ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે અધિકારીઓને સ્થાનિક લોકોના ફોન ઉપાડવા, તેમના પ્રશ્નોના જવાબ આપવા અને ફિલ્ડમાં નીકળી પેટ્રોલિંગ વધારવા માટે કડક સૂચનાઓ આપી હતી. સ્થાનિકોના ફોન ઉપાડી જવાબ આપવા સૂચના ગીર પૂર્વ ડિવિઝનમાં સિંહોના મૃત્યુ બાદ વહીવટ કથળ્યો હોવાના આક્ષેપો થયા હતા, જેના કારણે સિંહ સહિતના વન્યપ્રાણીઓ પર સીધી અસર પડવાની ભીતિ હતી. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને CF નાલાએ તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો હતો. ઓફિસ છોડો, ફિલ્ડમાં પેટ્રોલિંગ વધારો ધારી ગીર પૂર્વના વિવાદને કારણે વનવિભાગ અને સરકાર સુધી તેની ગંભીર અસરો પહોંચી હતી. આ સ્થિતિને સુધારવા અને વનવિભાગની બદનામી અટકાવવા માટે CF રામ રતન નાલાએ તમામ અધિકારીઓ સાથે રૂબરૂ સંવાદ કરીને સકારાત્મક પ્રયાસ કર્યો હતો. આંતર-ડિવિઝન સંકલન મજબૂત કરો અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા સૌથી વધુ નોંધાઈ છે. ગીર જંગલ, રેવન્યુ વિસ્તાર, દરિયાકાંઠા અને ઉદ્યોગ વિસ્તારોમાં સિંહોનો વસવાટ વધી રહ્યો છે. તેમની સુરક્ષા અને જાળવણી અત્યંત મહત્વપૂર્ણ છે. રાજ્ય સરકાર સિંહો માટે કરોડો રૂપિયા ખર્ચી રહી છે, ત્યારે તેમની સુરક્ષા વધુ મજબૂત બને તે દિશામાં પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ------ આ પણ વાંચો ગીરમાં સિંહોના શંકાસ્પદ મોત મુદ્દે DCFની FB પોસ્ટથી વિવાદ ગીર પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં 8થી વધુ સિંહોના શંકાસ્પદ મોત બાદ આ મુદ્દો રાજ્ય સરકાર સુધી પહોંચ્યો હતો. મૃત સિંહોના સેમ્પલ લેવાયા હતા અને કેટલાક સિંહોને ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા હતા. રાજ્યના વનપ્રધાન અર્જુન મોઢવાડિયાએ વાયરસ ન હોવાનો દાવો કર્યો છે, જોકે સેમ્પલના રિપોર્ટ હજુ આવ્યા નથી. આ બધા વચ્ચે, ધારી ગીર પૂર્વના વન અધિકારી (DCF)ની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને નવો વિવાદ ઊભો થયો છે. વાંચો સંપૂર્ણ અહેવાલ…. ગર્ભવતી સિંહણના મોત બાદ સ્થાનિક ફોરેસ્ટરની બદલી અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ ડિવિઝન સતત વિવાદમાં આવી રહ્યું છે. તાજેતરમાં જ સરસિયા રેન્જના લુવારિયા વિસ્તારમાં એક ગર્ભવતી સિંહણનું મોત થયું હતું. વનવિભાગની બેદરકારીથી સિંહણનું મોત થયાના આરોપ લાગ્યા હતા. આ મામલે પ્રાથમિક તપાસ બાદ સ્થાનિક ફોરેસ્ટર ચેતન ઘેવરિયાને પાલીતાણા રેપિડ ખાતે બદલી કરવામાં આવી છે. જૂનાગઢ સર્કલના મુખ્ય વન સંરક્ષક (CF) રામરતન નાલાએ સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. તપાસ દરમિયાન ફોરેસ્ટર ધારીથી અપ-ડાઉન કરતા હોવાથી પેટ્રોલિંગમાં બેદરકારી થઈ હોવાનો ખુલાસો થયો છે. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો) 17માંથી 11 સિંહ જંગલમાં મુક્ત કરાયા, 6 સારવાર હેઠળ જસાધાર એનિમલ કેર સેન્ટર પરથી 4 સિંહને જંગલમાં મુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે એક માદા અને બે સિંહબાળ હજુ સારવાર હેઠળ છે. તેવી જ રીતે, જામવાળા એનિમલ કેર સેન્ટર પરથી પણ 7 સિંહને જંગલમાં છોડી દેવામાં આવ્યા છે, જ્યારે બે નર અને એક સિંહબાળ સારવાર હેઠળ છે. આમ, કુલ 11 સિંહને મુક્ત કરાયા છે અને 6 સિંહ (2 નર, 1 માદા, 3 સિંહબાળ) સારવાર હેઠળ છે. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો) સિંહોનાં મોત વધતાં વન વિભાગના સિનયર અધિકારીઓ એલર્ટ ગીર પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સિંહોના વધતા મૃત્યુ બાદ વન વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે. રાજ્યના વરિષ્ઠ વન અધિકારી અને પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (PCCF) ભવાની પતી છેલ્લા ત્રણ દિવસથી ગીરમાં જ કેમ્પ કરી રહ્યા છે. તેઓ પરિસ્થિતિનું સીધું સ્થળ પર નિરીક્ષણ કરી રહ્યા છે. મૃતક સિંહોના સેમ્પલ લીધા બાદ 3 દિવસ કરતા વધુ સમય વીત્યો છતાં રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી. ત્યારે, સ્થાનિક અધિકારીઓ દ્વારા મોતનો આંકડો છુપાવતાં રાજ્ય સરકારે PCCFને ગીરમાં જ રહેવા આદેશ આપ્યો છે. વાંચો સંપૂર્ણ અહેવાલ…
Read Original Article →