અમરેલીના ચમારડી સબ-સેન્ટરનું નબળું બાંધકામ:આરોગ્ય મંત્રીએ એન્જિનિયરને શૉ કૉઝ નોટિસ ફટકારી, ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તા સામે સરકારની 'ઝીરો ટોલરન્સ'ની નીતિ

Gujarat6/6/2026, 10:14:14 AM
અમરેલીના ચમારડી સબ-સેન્ટરનું નબળું બાંધકામ:આરોગ્ય મંત્રીએ એન્જિનિયરને શૉ કૉઝ નોટિસ ફટકારી, ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તા સામે સરકારની 'ઝીરો ટોલરન્સ'ની નીતિ
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામમાં આવેલા આરોગ્ય સબ-સેન્ટરના નબળા બાંધકામ બદલ જવાબદાર એન્જિનિયરને શૉ કૉઝ નોટિસ ફટકારવામાં આવી છે. ચમારડીના સરપંચ દ્વારા બાંધકામમાં ક્ષતિઓ અંગે પુરાવા સાથે લેખિત ફરિયાદ કરવામાં આવી હતી, જેના આધારે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કાર્યવાહી કરી છે. મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આ ફરિયાદ મળતાની સાથે જ ત્વરિત કાર્યવાહીના આદેશ આપ્યા હતા. પ્રાથમિક તપાસ દરમિયાન બાંધકામની ગુણવત્તા નબળી હોવાનું જણાયું હતું. આથી, ફરજમાં બેદરકારી બદલ જવાબદાર એન્જિનિયર સામે પગલાં લેવામાં આવ્યા છે. આ મામલે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પ્રજાના કલ્યાણ અને આરોગ્ય ક્ષેત્રના માળખાગત વિકાસ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા ભવનોના નિર્માણમાં કોઈપણ પ્રકારની બેદરકારી, ભ્રષ્ટાચાર કે ગુણવત્તા સાથેની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. તેમણે ઉમેર્યું હતું કે, સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકોને મજબૂત, સુરક્ષિત અને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવાનો છે. જાહેર નાણાંનો એક-એક રૂપિયો યોગ્ય જગ્યાએ અને નિયમોનુસાર વપરાય તે રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. રાજ્ય સરકાર વિકાસકામોમાં ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તા સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવી રહી છે. મંત્રી પાનશેરીયાએ ઉચ્ચ અધિકારીઓને ચમારડી સબ-સેન્ટરના સમગ્ર બાંધકામની ઊંડાણપૂર્વક તપાસ કરવાના કડક આદેશ આપ્યા છે. તેમણે સૂચના આપી હતી કે જ્યાં પણ ક્ષતિઓ જણાય, ત્યાં નિયત ધોરણો અને ગુણવત્તા મુજબ નવેસરથી બાંધકામ કરાવવામાં આવે.
Read Original Article →