અમરેલીમાં એકપછી એક 8 ભૂકંપના આંચકા:સવારે 4:15થી 8:57 વાગ્યા સુધીમાં સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો; સિસ્મોલોજી વિભાગની સતર્ક રહેવા અપીલ
અમરેલી જિલ્લાના ખાંભા અને સાવરકુંડલા તાલુકાના મીતીયાળા પંથકમાં છેલ્લા કેટલાક કલાકોથી સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. રાત્રિથી લઈને સવારના 9 વાગ્યા સુધીમાં કુલ 8 આંચકા નોંધાતા સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. કેન્દ્રબિંદુ અમરેલીથી 43 કિ.મી દૂર
ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી અંદાજે 43 કિલોમીટર દૂર નોંધાયું છે. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી વિભાગે પણ આ અંગે સત્તાવાર પુષ્ટિ આપી છે. હાલ સુધી કોઈ જાનહાનિ કે મોટું નુકસાન નોંધાયું નથી, છતાં સતત આંચકાઓને કારણે લોકોમાં ચિંતા અને ભયનો માહોલ છે. સ્થાનિક પ્રશાસન પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો અમરેલી જિલ્લામાં 3.1 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અમરેલી જિલ્લામાં 10 દિવસ પહેલા પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. બપોરે 4:10 વાગ્યે 3.1 મેગ્નિટ્યુડની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. આ ભૂકંપ મુખ્યત્વે ખાંભા ગીર વિસ્તારના નાના વિસાવદર, નાની ધારી, ઇંગોરાળા અને અનિડા સહિતના ગામોમાં અનુભવાયો હતો. (સંપૂર્ણ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો) અમરેલીમાં મધરાતે ધરા ધણધણી અમરેલી જિલ્લામાં 22 દિવસ પહેલા પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગત મોડી રાત્રે ખાંભા ગીર પંથકમાં 2.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે, આ આંચકો હળવો હોવાથી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના કોઈ સમાચાર ન હતા (સંપર્ણ સમાચાર વાંચવા અહીં ક્લીક કરો)
Read Original Article →