અમરેલીમાં મધરાતે ધરા ધ્રુજી, 3.7 તીવ્રતાનો ભૂકંપ:મકાનોમાં તિરાડો પડી, લોકો ઊંઘમાંથી જાગી રસ્તા પર દોડ્યા; રાજુલા, જાફરાબાદ અને સાવરકુંડલા પંથકમાં ભયનો માહોલ

Gujarat4/10/2026, 2:47:08 AM
અમરેલીમાં મધરાતે ધરા ધ્રુજી, 3.7 તીવ્રતાનો ભૂકંપ:મકાનોમાં તિરાડો પડી, લોકો ઊંઘમાંથી જાગી રસ્તા પર દોડ્યા; રાજુલા, જાફરાબાદ અને સાવરકુંડલા પંથકમાં ભયનો માહોલ
અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ગત (9 એપ્રિલ) મોડી રાત્રે 2:24 વાગ્યે અમરેલીના કોસ્ટલ બેલ્ટ સહિતના વિસ્તારોમાં 3.7ની તીવ્રતાનો જોરદાર આંચકો અનુભવાયો હતો. આ ધડાકાભેર આવેલા આંચકાને કારણે રાજુલા, જાફરાબાદ અને સાવરકુંડલા પંથકમાં લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો અને લોકો ઊંઘમાંથી જાગીને રસ્તા પર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ અને અસરગ્રસ્ત વિસ્તારો સીસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીના રાજુલાથી માત્ર 35 કિમિ દૂર ભાવનગર જિલ્લાના મહુવા પાસે નોંધાયું હતું. આ આંચકાની સૌથી વધુ અસર નીચે મુજબના વિસ્તારોમાં જોવા મળી હતી: રાજુલા, જાફરાબાદ અને સાવરકુંડલા પંથકમાં ભયનો માહોલ રાજુલા શહેરમાં ભૂકંપ એટલો જોરદાર હતો કે, કેટલાક જૂના અને કાચા મકાનોની દીવાલોમાં ઝીણી તિરાડો પડી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. સ્થાનિક રહેવાસી આરીફ સેલોતે જણાવ્યું હતું કે, રાત્રે 2:24 વાગ્યે એક મોટો અને ત્યાર બાદ અન્ય નાના આંચકા અનુભવાયા હતા, જેના કારણે આખું શહેર રસ્તા પર આવી ગયું હતું. પીપાવાવ રોડ પર ઉભેલા ટ્રક ડ્રાઈવર સલીમભાઈએ જણાવ્યું કે, અમે ગાડી પાર્ક કરીને સૂતા હતા ત્યારે, અચાનક ગાડી હલવા લાગી. અમને લાગ્યું કે કોઈ વાહન અથડાયું હશે, પણ બહાર જોયું તો લોકો 'ધરતીકંપ આવ્યો'ની બૂમો પાડતાં દોડી રહ્યા હતા. CCTVમાં કેદ થઈ ઘટના ભૂકંપના સમયે સર્જાયેલી અફરાતફરી અને ધ્રુજારીના દૃશ્યો અનેક રહેણાક વિસ્તારોના CCTV કેમેરામાં કેદ થયા છે, જે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. છેલ્લા આઠ દિવસથી ખાંભા અને સાવરકુંડલાની વચ્ચે સતત અનુભવાઈ રહેલા આંચકાઓને કારણે સ્થાનિક તંત્ર અને ભૂસ્તરશાસ્ત્રીઓ પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. મકાનોમાં તિરાડો પડવા માંડી ! સતત આવી રહેલા ધરતીકંપના કારણે કેટલાક મકાનોમાં તિરાડો પણ પડી રહી હોવાનું સ્થાનિક ગામ લોકો જણાવી રહ્યા છે. સદનસીબે, આ કુદરતી ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટી મિલકતને નુકસાનના સમાચાર નથી, પરંતુ વારંવાર આવતા આંચકાએ લોકોની ઊંઘ હરામ કરી દીધી છે. --- આ પણ વાંચો… અમરેલીમાં એકપછી એક 8 ભૂકંપના આંચકા બે દિવસ પહેલાં પણ અમરેલી જિલ્લાના ખાંભા અને સાવરકુંડલા તાલુકાના મીતીયાળા પંથકમાં રાત્રિથી લઈને સવારના 9 વાગ્યા સુધીમાં કુલ 8 આંચકા નોંધાતાં સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી અંદાજે 43 કિલોમીટર દૂર નોંધાયું હતું. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી વિભાગે પણ આ અંગે સત્તાવાર પુષ્ટિ આપી હતી. સંપૂર્ણ અહેવાલ વાંચો… અમરેલી જિલ્લામાં 3.1 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અમરેલી જિલ્લામાં 12 દિવસ પહેલા પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. બપોરે 4:10 વાગ્યે 3.1 મેગ્નિટ્યુડની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. આ ભૂકંપ મુખ્યત્વે ખાંભા ગીર વિસ્તારના નાના વિસાવદર, નાની ધારી, ઇંગોરાળા અને અનિડા સહિતના ગામોમાં અનુભવાયો હતો. (સંપૂર્ણ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો) અમરેલીમાં મધરાતે ધરા ધણધણી અમરેલી જિલ્લામાં 22 દિવસ પહેલા પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. મોડી રાત્રે ખાંભા ગીર પંથકમાં 2.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે, આ આંચકો હળવો હોવાથી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના કોઈ સમાચાર ન હતા (સંપર્ણ સમાચાર વાંચવા અહીં ક્લીક કરો)
Read Original Article →