રાજુલાની ખાનગી શાળાઓને નોટિસ:DEOએ પુસ્તકો-બેગ ચોક્કસ સ્થળેથી ખરીદવા દબાણ બદલ કાર્યવાહી કરી
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં ખાનગી શાળાઓ દ્વારા વાલીઓને ચોક્કસ દુકાનોમાંથી પાઠ્યપુસ્તકો, નોટબુક અને સ્કૂલબેગ ખરીદવા દબાણ કરવા બદલ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. DEOએ રાજુલાની 10થી વધુ શાળાઓને નોટિસ ફટકારી છે. રાજુલા સ્ટેશનરી એસોસિએશને આવેદનપત્ર આપ્યું
દર વર્ષે વેકેશન ખુલતા પહેલા ખાનગી શાળાઓની મનમાની અંગે ફરિયાદો ઉઠે છે. આ વખતે રાજુલા સ્ટેશનરી એસોસિએશને સ્થાનિક પ્રાંત અધિકારી અને જિલ્લા શિક્ષણ વિભાગને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે શાળાઓ વિદ્યાર્થીઓ પર ચોક્કસ પ્રકાશનોના પુસ્તકો અને અન્ય સામગ્રી ખરીદવા દબાણ કરે છે. શરૂઆતમાં બે શાળાઓને નોટિસ અપાઈ હતી
સ્ટેશનરી વેપારીઓની રજૂઆત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી સુધી પહોંચી હતી. ખાનગી શાળાઓ દ્વારા ચોક્કસ જગ્યાએથી પુસ્તકો લેવા બાબતના કેટલાક વોટ્સએપ મેસેજના સ્ક્રીનશોટ પણ મળ્યા હતા. રાજુલા તાલુકા શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરતા શરૂઆતમાં બે શાળાઓને નોટિસ આપવામાં આવી હતી. જોગવાઈનો ભંગ થશે તો રૂ.10000નો દંડ ફટકારાશે : DEO
જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, જો કોઈ શાળા વિદ્યાર્થીઓ પર પુસ્તકો, નોટબુક, સ્કૂલબેગ વગેરે પોતાની મારફતે ખરીદવા દબાણ કરશે, તો તે આર.ટી.ઈ. એક્ટ 2009ની કલમ 17નો ભંગ ગણાશે. આ કલમ મુજબ કોઈના પર દબાણ કરી શકાય નહીં. તેમણે તમામ શાળાઓને નોટિસ આપી ચેતવણી આપી છે કે જો આ જોગવાઈનો ભંગ થશે તો ₹10,000નો દંડ ફટકારવામાં આવશે.
Read Original Article →