અમરેલી ગીર પૂર્વમાં વધુ એક સિંહણનું મોત:વન વિભાગનો દાવો- ગર્ભમાં બચ્ચાનું મોત થતાં સિંહણનું પણ મૃત્યુ થયું; બે દિવસથી વધુ સમય સુધી મૃતદેહ પડી રહ્યો હોવાની ચર્ચા

Gujarat6/4/2026, 6:36:54 AM
અમરેલી ગીર પૂર્વમાં વધુ એક સિંહણનું મોત:વન વિભાગનો દાવો- ગર્ભમાં બચ્ચાનું મોત થતાં સિંહણનું પણ મૃત્યુ થયું; બે દિવસથી વધુ સમય સુધી મૃતદેહ પડી રહ્યો હોવાની ચર્ચા
ગીર પૂર્વ વનવિભાગ હેઠળના અમરેલી જિલ્લામાં વધુ એક સિંહણનું મોત થયું છે. ધારી ગીર પૂર્વ ડિવિઝનની સરસિયા રેન્જમાં આવેલા લુવારિયા કૃષ્ણગઢ વિસ્તારમાંથી સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. વનવિભાગે મૃતદેહનો કબજો લઈ કાર્યવાહી હાથ ધરી છે. વનવિભાગના જણાવ્યા અનુસાર, આ સિંહણ ગર્ભવતી હતી અને ગર્ભમાં જ તેના બચ્ચાનું મોત થયું હતું, જેના કારણે સિંહણનું પણ મૃત્યુ થયું હતું. આ ઘટનાને પગલે વનવિભાગની કામગીરી અને સિંહોની સુરક્ષા વ્યવસ્થા પર ફરી સવાલો ઉભા થયા છે. બે દિવસ પહેલાં જ વન મંત્રીએ કહ્યું હતું- પરિસ્થિતિ નિયંત્રણમાં છે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં વન મંત્રીએ જસાધાર એનિમલ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. ત્યાં તેઓએ અધિકારીઓ સાથે બેઠક યોજી સ્થિતિની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે. છેલ્લા ત્રણ દિવસથી એક પણ સિંહના મૃત્યુના સમાચાર નથી. 31 મે મંત્રીએ X પર ટ્વીટ કરી માહિતી આપી હતી. વન વિભાગનો દાવો- ગર્ભમાં બચ્ચાનું મોત થતાં સિંહણનું પણ મૃત્યુ થયું ગાંધીનગરના PCCF જયપાલસિંહે પણ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, સિંહણના ગર્ભમાં બચ્ચાનું મોત થવાથી સિંહણનું મૃત્યુ થયું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સિંહણનો મૃતદેહ બે દિવસથી વધુ સમયથી પડ્યો હતો. સ્થાનિક લોકોએ જાણ કર્યા બાદ વનવિભાગ મોડી સાંજે ઘટનાસ્થળે પહોંચ્યું હતું. બે દિવસથી વધુ સમય સુધી મૃતદેહ પડી રહ્યો હોવાની ચર્ચા આ ઘટના સ્થાનિક ફોરેસ્ટ સ્ટાફના પેટ્રોલિંગના અભાવ અને સિંહોની સુરક્ષામાં બેદરકારી તરફ ઈશારો કરે છે. આ મામલે ધારી ગીર પૂર્વના ડીસીએફ વિકાસ યાદવે મીડિયાના પ્રશ્નોના જવાબ આપવાનું ટાળ્યું હતું. સિંહોના મોતા મામલે છેક દિલ્હી સુધી પડઘા પડ્યા ઉલ્લેખનીય છે કે, હાલમાં જ 12 સિંહોના મોતના મામલે છેક દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પડઘા પડ્યા છે. ગીર પૂર્વ ગીર પશ્ચિમમાં સિંહોના મોત મામલે વન વિભાગના દાવા પ્રમાણે માત્ર 8 સિંહના મોત થયા છે, જ્યારે વન વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 12 સિંહના મોત છે. ત્યારે આ ઘટના વધુ ચિંતા ઉપજાવી રહી છે. અર્જુન મોઢવાડિયા જામવાળા એનિમલ કેર સેન્ટર પહોંચ્યા ગીર પૂર્વ અને પશ્ચિમમાં સિંહોમાં ફેલાયેલા રોગચાળા અને તેના કારણે થઈ રહેલા મૃત્યુ બાદ પરિસ્થિતિનો તાગ મેળવવા 2 દિવસ પહેલાં જ વન મંત્રી અર્જુન મોઢવાડિયા જામવાળા એનિમલ કેર સેન્ટર પહોંચ્યા હતા. તેમણે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં CCF રતન નાલા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. મંત્રીએ એનિમલ કેર સેન્ટરમાં રાખવામાં આવેલા સિંહોની વર્તમાન સ્થિતિ વિશે વિગતવાર જાણકારી મેળવી હતી. ---- આ પણ વાંચો 12 સિંહોના મોતનો મામલો દિલ્હી PM મોદી સુધી પહોંચ્યો જસાધાર એનિમલ કેર સેન્ટર બહાર આવેલા સ્મશાનમાં 30 મે 2026 બપોરે એક નાની ચિતા સળગતી જોવા મળતાં જ વન્યજીવ પ્રેમીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે અને કોઈ સિંહબાળનું મોત થયું હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. જેને પગલે વન મંત્રી મોઢવાડિયા સહિતનો ઉચ્ચ કાફલો તાબડતોબ જસાધાર દોડી આવ્યો છે. હાલ આ સેન્ટરમાં 20 જેટલા સિંહ સારવાર હેઠળ છે, ત્યારે ગીરના રાજા પર આવેલા આ સંકટની ગંભીરતા સમજવા 'દિવ્ય ભાસ્કર'ની ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. વાંચો સંપૂર્ણ અહેવાલ…. સિંહોનાં મોત વધતાં વન વિભાગના સિનયર અધિકારીઓ એલર્ટ ગીર પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સિંહોના વધતા મૃત્યુ બાદ વન વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે. રાજ્યના વરિષ્ઠ વન અધિકારી અને પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (PCCF) ભવાની પતી છેલ્લા ત્રણ દિવસથી ગીરમાં જ કેમ્પ કરી રહ્યા છે. તેઓ પરિસ્થિતિનું સીધું સ્થળ પર નિરીક્ષણ કરી રહ્યા છે. મૃતક સિંહોના સેમ્પલ લીધા બાદ 3 દિવસ કરતા વધુ સમય વીત્યો છતાં રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી. ત્યારે, સ્થાનિક અધિકારીઓ દ્વારા મોતનો આંકડો છુપાવતાં રાજ્ય સરકારે PCCFને ગીરમાં જ રહેવા આદેશ આપ્યો છે. વાંચો સંપૂર્ણ અહેવાલ… જસાધાર એનિમલ કેર સેન્ટરમાં 22 સિંહ આઇસોલેશનમાં અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની સરહદે આવેલા ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વિસ્તારમાં અત્યાર સુધીમાં 8 સિંહના મોત થયા છે. ત્યારે કુલ 22 સિંહને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હોવાનું વન વિભાગ દ્વારા જણાવાયું છે. સિંહોના સેમ્પલ ગાંધીનગર લેબમાં મોકલવામાં આવ્યા છે, જેના રિપોર્ટ આગામી 24 કલાકમાં આવવાની શક્યતા છે. દરમિયાન ગાંધીનગર પીસીસીએફ સહિતના દોડી ગયા છે. જ્યારે CF રામ રતન નાલા સતત મોનિટરિંગ કરી રહ્યા છે. વાંચો સંપૂર્ણ અહેવાલ…
Read Original Article →