વાહન ચાલકો માટે વૈકલ્પિક રૂટ નક્કી કરાયા:દામનગરથી ભુરખીયા રોડ પર વાહનો માટે બંધ કરાયો
દામનગરથી ભુરખીયા તરફ જતા રોડ પર રેલવે ઓવરબ્રિજની કામગીરીને પગલે અહીંથી પસાર થતાં તમામ વાહનોએ વૈકલ્પિક રૂટ નક્કી કરવામાં આવ્યા છે. અહીં ફાટક નંબર 11 સી પર રેલવે ઓવરબ્રિજની કામગીરી કરવામાં આવશે. લાઠી-ભુરખીયા તરફથી આવતા વાહનોએ ગુરૂકુળના આગળના ભાગેથી બજરંગ નગર-છભાડીયા ફાટકથી વાયા અવાડા ચોકથી નગરપાલિકા મેઈન રોડથી પસાર થવાનું રહેશે. જ્યારે ઢસા-દામનગર તરફથી આવતા વાહનોએ નગરપાલિકા મેઈન રોડ – અવાડા ચોકથી, છભાડીયા ફાટક વાયા બજરંગ નગર થઈને ગુરૂકુળના આગળના ભાગેથી લાઠી-ભુરખીયા રોડ પરથી પસાર થવાનું રહેશે. આ અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામુ તારીખ 18-7-2026 સુધી અમલી રહેશે. જાહેરનામાંનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે.
Read Original Article →