વધુ ખુલાસા થવાની શક્યતા:શેત્રુંજીમાં હજારો માછલીઓના મોત બાદ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પાણીના સેમ્પલ લઈ તપાસ શરૂ કરી

Gujarat5/19/2026, 12:00:00 AM
વધુ ખુલાસા થવાની શક્યતા:શેત્રુંજીમાં હજારો માછલીઓના મોત બાદ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પાણીના સેમ્પલ લઈ તપાસ શરૂ કરી
અમરેલી જિલ્લામાં વહેતી શેત્રુંજી નદીમાં હજારો માછલીઓના ભેદી મોતની ઘટનાએ ભારે ચકચાર મચાવી હતી. આ મામલે સામાજિક કાર્યકર નાથાલાલ સુખડિયાએ અમરેલી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી તાત્કાલિક તપાસ કરવાની માંગ ઉઠાવી હતી. જેને પગલે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. વડી ડેમમાંથી છોડાયેલા પાણી બાદ શેત્રુંજી નદીમાં અચાનક મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા હોવાનું અને પાણીમાં ઝેરી પદાર્થો અથવા કેમિકલ્સ ભળ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ફતેપુર, ચાંપાથળ, દેવભુમિ દેવળીયા, નાના-મોટા ગોખરવાળા સહિતના વિસ્તારોમાં નદીના પાણીના સેમ્પલ લઈ વૈજ્ઞાનિક તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી. સાથે જ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી હતી. આ રજૂઆત બાદ ભાવનગર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને નદીના પાણીના સેમ્પલ લઈ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. હવે તપાસ રિપોર્ટ બાદ સમગ્ર મામલે વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Read Original Article →