તંત્રની કડક સૂચના:ભાસ્કરના અહેવાલ બાદ એસટી નિગમે બસોમાં રીલ અને વીડિયો બનાવવા પર પ્રતિબંધ મુક્યો

Gujarat6/5/2026, 12:00:00 AM
તંત્રની કડક સૂચના:ભાસ્કરના અહેવાલ બાદ એસટી નિગમે બસોમાં રીલ અને વીડિયો બનાવવા પર પ્રતિબંધ મુક્યો
અમરેલી વિભાગીય એસટી કચેરી દ્વારા ફરજ દરમિયાન કોઈપણ કર્મચારી દ્વારા નિગમની બસો અથવા પ્રિમાઈસીસમાં વીડિયો, રીલ કે સોશિયલ મીડિયા માટેના અન્ય દ્રશ્યો બનાવી નહીં શકે તેવી અમરેલી એસટી નિગમના ઉચ્ચ અધિકારીઓ દ્વારા લેખિતમાં કડક સૂચના આપી છે. અમરેલી ભાસ્કરે બે દિવસ પહેલાજ ધારી એસ.ટી. ડ્રાઈવરે ચાલુ ફરજ દરમિયાન વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરતા હોવાનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો જેને લઈ અમરેલી એસટી નિગમ હરકતમાં આવી ઉચ્ચ અધિકારીઓ દ્વારા જાહેર કડક સૂચના આપી છે. તાજેતરમાં કેટલાક કર્મચારીઓ દ્વારા ચાલુ બસમાં વીડિયો અને રીલ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવતા મુસાફરોની સલામતી જોખમમાં મુકાઈ હોવાની ફરિયાદો મળી હતી. આ ઉપરાંત આવા વીડિયો સોશિયલ મીડિયામાં તથા સમાચાર માધ્યમોમાં પ્રસિદ્ધ થતાં નિગમની પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચ્યું હોવાનું નિગમે પરિપત્રમાં નોંધ્યું છે. વિભાગીય નિયામક દ્વારા તમામ ડેપો મેનેજરોને કર્મચારીઓને લેખિતમાં સૂચના આપી તેમની સહીઓ મેળવવા આદેશ કરવામાં આવ્યો છે. સૂચનાઓનું ઉલ્લંઘન કરનાર કર્મચારીઓ સામે નિગમના નિયમો મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. એસટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે મુસાફરોની સલામતી સર્વોપરી છે અને ફરજ દરમિયાન કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરાશે નહીં.
Read Original Article →