માલિકો સામે ગુનો નોંધાયો:કાયદાના ઉલ્લંઘન બદલ 3 દુકાનદાર સામે કાર્યવાહી
અમરેલી કેટલાક વેપારીઓ કાયદાનું પાલન નહીં કરતા નિયમોને નેવે મૂકી વ્યાપાર કરતા હોય અમરેલી એસ.ઓ.જી.ની ટીમે તપાસ હાથ ધરી હતી. જિલ્લા મેજિટ્રેટના જાહેરનામા પ્રમાણે હોટલો રેસ્ટોરન્ટ પર સીસીટીવી કેમેરા, રેસ્ટોરન્ટમાં કર્મચારીઓની સંખ્યા અને તેની માહિતી વગેરે સંપૂર્ણ વિગત સાથે પોલીસને જાણ કરવી ફરજિયાત છે. ત્યારે એસ.ઓ.જી. એ અમરેલી હઠીલા હનુમાન પાસે લાજીજ રેસ્ટોરન્ટમાં તપાસ કરતા ત્યાં કામ કરતા પરપ્રાંતીય કર્મચારીઓ સબંધિત જાણકારી પોલીસમાં નહીં આપવાનું સામે આવ્યું હતું. આ અંગે રેસ્ટોરન્ટના માલીક રજાક હાજીભાઈ બોળાતર, વિરુદ્ધ કાર્યવાહી કરી છે. તો બાબરા શહેરમાં વાહન લે વેચ કરતા નુરમહમદ કાસમભાઇ પરમાર (ઉ.વ.46) પોતાના ધંધા અંગેનું રજીસ્ટર નહીં બનાવી ગુન્હો કર્યો છે. સાથેજ બાબરા મોબાઈલના દુકાનદારે નવા સિમકાર્ડનું રજીસ્ટર નહીં બનાવતા વિમલ ધીરૂભાઇ ધંધુકીયા (ઉ.વ.30) વિરુદ્ધ પણ ગુન્હો દાખલ કર્યો છે.
Read Original Article →