અકસ્માત:કુંભનાથ મહાદેવ પાસે કારની ટક્કરે 2 યુવાન ઇજાગ્રસ્ત થયા
ગઈ કાલે સાંજના આશરે સાડા આઠ વાગ્યાના સુમારે લાઠીના પાડરશીંગા ગામના હીરા ઘસી પરિવારનું ગુજરાન ચલાવતા લક્ષ્મણભાઈ નાથાભાઈ બોળીયા (ઉ.વ.20) પોતાના નાના ભાઈ બળવંતભાઈ સાથે બાઇક પર દામનગરથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન કુંભનાથ મહાદેવ મંદિર પાસે આવેલી ગૌશાળા નજીક સામેથી આવતી સફેદ રંગની કારનો ચાલક પુરપાટ ઝડપે અને બેદરકારીપૂર્વક વાહન હંકારી કારચાલકે રોંગ સાઇડમાં આવી તેમના બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં લક્ષ્મણભાઈને હાથ અને પગના ભાગે જ્યારે બળવંતભાઈને માથાના ભાગે ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ કારનો ચાલક પોતાની ગાડી લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે લક્ષ્મણભાઈ બોળીયાએ અજાણ્યા કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા દામનગર પોલીસે ગુનો દાખલ કરી ફરાર શખ્સને શોધવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →