કાર્યવાહી:ભરણપોષણ કેસમાં ફરાર આરોપી રાજુલાથી ઝડપાયો

Gujarat6/5/2026, 12:00:00 AM
કાર્યવાહી:ભરણપોષણ કેસમાં ફરાર આરોપી રાજુલાથી ઝડપાયો
ભરણપોષણની રકમ ચૂકવવામાં કસુર કરવાના કેસમાં કોર્ટ દ્વારા જારી કરાયેલા ઘણા સમયથી સાદી સજાના વોરંટ હેઠળ ફરાર રહેલા શખ્સને રાજુલા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાવરકુંડલાની ફેમિલી કોર્ટમાં ચાલતી પરચુરણ ફોજદારી અરજીમાં ભરણપોષણની રકમ ચૂકવવામાં નિષ્ફળ રહેતા રાજુલાના વડલી ગામે રહી મજૂરી કામ કરતા વિજય પુંજાભાઈ બાબરીયા (ઉ.વ.30) નામના શખ્સ વિરુદ્ધ 220 દિવસની સાદી સજાનું વોરંટ જારી કરવામાં આવ્યું હતું. જોકે આ શખ્સ કોર્ટ સમક્ષ હાજર રહેતો ન હોવાથી તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જેની કાર્યવાહી કરતા રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. કોલાદરાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ વિજુભાઈ ગોહિલ, પોલીસ કોન્સ્ટેબલ લાલાભાઈ ગોહિલ અને પ્રતાપભાઈ મેગળે મળેલી બાતમીના આધારે વિજય બાબરિયાને રાજુલા વિસ્તારમાંથી ઝડપી પાડી વોરંટની બજવણી માટે તેને સંબંધિત કોર્ટ સમક્ષ રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →