આપઘાત:બગસરાના ડેરી પીપરીયા ગામે સામાન્ય બોલાચાલીમાં યુવાને કૂવામાં ઝંપલાવ્યું
બગસરાના ડેરી પીપરીયા ગામે ગઈ કાલે એક કરુણ ઘટના સામે આવી હતી. વાડી વિસ્તારમાં રહેતા મધ્યપ્રદેશના મૂળ રહેવાસી યુવાને પત્ની સાથે સામાન્ય બોલાચાલીમાં કુવામાં પડી આપઘાત કરી લીધો હોવાની ઘટના બની છે. મૂળ મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના ટેમલા ગામે અને હાલ બગસરાના માવજીંજવા ગામે ગઈ કાલે આશરે સવારે 11:45 વાગ્યાના સમયે બાવાભાઈ અરજણભાઈ ઠુમ્મરની વાડીએ મજૂરી કામ કરતા જીગરભાઈ બાલસીંગભાઈ જાદવ (ઉ.વ.32) ને તેમના પત્ની ઉમાબેન જીગરભાઈ જાદવેવચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ બાબત મનમાં લાગી આવતા જીગરભાઈ નજીક આવેલી વાડીના કુવામાં પડી ગયા હતા. ઘટનામાં તેમના માથાના ભાગે ઇજા પહોંચી હતી અને પાણીમાં ડૂબી જવાથી તેમનું મોત નિપજ્યું હતું. ઉષાબેન દ્વારા ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાવનગર ખાતે ખસેડ્યો હતો.
Read Original Article →